Перейти к содержимому

કરજે સરવાળો તારા કર્મનો હો જીરે| હૃદયસ્પર્શી સત્સંગ કીર્તન | ગુજરાતી ભજન|@ombhakticreater

om bhakti creater

0:00 / 0:00

કરજે સરવાળો તારા કર્મનો હો જીરે| હૃદયસ્પર્શી સત્સંગ કીર્તન | ગુજરાતી ભજન|@ombhakticreater

9 просмотров · 8 часов назад
om bhakti creater
3,21 тыс. подписчиков
9 просмотров · 8 часов назад
કરજે સરવાળો તારા કર્મનો હો જીરે| હૃદયસ્પર્શી સત્સંગ કીર્તન | ગુજરાતી ભજન|@ombhakticreater કરજે સરવાળો તારા કર્મનો હો જીરે, લખજે તારા અનુભવ ના લેખ જો કરજે સરવાળો...... દિવસો વિતાવ્યા દુર્ગુણ માં હો જીરે, આત્મા જાણે આપડા ઘરની વાત જો કરજે સરવાળો...... નિંદા ભરેલી તારી આંખડી હો જીરે દુનિયાના જોયા બધા દોષ જો કરજે સરવાળો...... નિંદા કાનોથી ઘણી સાંભળી હો જીરે, ઘટ માં ઘડતો ભૂંડા ઘાટ જો કરજે સરવાળો...... જૂઠું બોલીને બગાડી જિંદગી હો જી રે, વાણી માં ઘણો છે વિકાર જો કરજે સરવાળો...... મનડું માયા માં ઘણું ખેંચતું હો જીરે, અંગમાં ઘણું છે અભિમાન જો કરજે સરવાળો...... સત્સંગ ની વાત ગમતી નથી રે, વ્હાલી લાગે વિષય રસ ની વાત જો કરજે સરવાળો......સત્સંગ ની વાત ગમતી નથી રે, વ્હાલી લાગે વિષય રસ ની વાત જો કરજે સરવાળો...... અવળી વાતું સવળી લગતી હો જીરે, પૂર્વ ના નડ્યા તને પાપ જો કરજે સરવાળો...... જુઠ્ઠી જંજાળ માં ગાળી જિંદગી હો જીરે, ખરી લેવાની આવી ટેક જો કરજે સરવાળો...... સત્સંગ કરજો સાચા ભાવથી હો જીરે, સત્સંગ થી પાપ બળી જાય જો કરજે સરવાળો...... જયદેવ કહે છે વહેલા જાગજો જીરે, નહીંતર ફોગટ ફેરો જાય જો કરજે સરવાળો 🙏 કરજે સરવાળો તારા કર્મનો હો જીરે 🙏 માણસે જીવનમાં કરેલા કર્મોનો એક દિવસ સરવાળો કરવો જ પડે છે. આ હૃદયસ્પર્શી સત્સંગ કીર્તન આપણને પોતાના જીવન, વાણી, વિચાર અને કર્મો વિશે આત્મચિંતન કરવાની પ્રેરણા આપે છે. નિંદા, જૂઠું, અભિમાન, માયા અને વિષયવાસનામાં જીવન પસાર કરવાને બદલે સાચા ભાવથી સત્સંગ કરવો અને સારા કર્મોના માર્ગે ચાલવું — આ કીર્તનનો સુંદર સંદેશ છે. 🙏 🎵 કીર્તન: કરજે સરવાળો તારા કર્મનો 🕉️ વિષય: સત્સંગ | આત્મચિંતન | કર્મ | જીવનનો હિસાબ ❤️ સાંભળો, મનન કરો અને ગમ્યું હોય તો પરિવાર-મિત્રો સાથે શેર કરો. 🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏 #કરજેસરવાળો #સત્સંગકીર્તન #ગુજરાતીભજન #ગુજરાતીકીર્તન #સ્વામિનારાયણકીર્તન #કર્મ #આત્મચિંતન #સત્સંગ #ભજન #GujaratiBhajan #GujaratiKirtan #Satsang #DevotionalSong #@ombhakticreater