વૈશ્ણવાચાર્ય ગોસ્વામી યદુનાથજીની વાણીમાં “પાવો પ્રેમ રસ" પર કથા સત્રનું આયોજન!!
Samachar Gujarat
0:00 / 0:00
વૈશ્ણવાચાર્ય ગોસ્વામી યદુનાથજીની વાણીમાં “પાવો પ્રેમ રસ" પર કથા સત્રનું આયોજન!!
5 882 просмотра · 4 месяца назад
Samachar Gujarat
180 подписчиков
5 882 просмотра · 4 месяца назад
આચાર્ય શ્રી રણછોડલાલજીનું નિત્ય પ્રવચન પણ થશે. આ અવસર પર વૈષ્ણવજન વિવિધ સેવાનો પણ લાભ લઈ શકશે. આ દરમિયાન શ્રીજી મનોરથમાં દયારામ કવિના પદો પર ભાવભાવના સ્થાપિત કરતા છાક, બાલકેલિ, નવનિકુંજ, પનઘટ, ચંદન બગલા, શીતલ સદન અને કમલભવનની ઝાંખીના દર્શન થશે. 21મીના રોજ નટવર પ્રભુના પાટોત્સવ પર પલના નંદોત્સવ, તિલક આરતી તથા કમલ ભવનના મનોરથનું આયોજન થશે. આ ઉપરાંત વૈષ્ણવ સમાજ કિર્તન ભજનની કરતા માળા પહેરાવની મનોરથમાં હજારોની સંખ્યામાં ભાગ લેશે.
આચાર્ય ગોપીનાથજી- શ્રી વ્રજભૂષણજીના સેવક મહાકવિ દયારામના 250માં આગમોત્સવના વર્ષ પર "કુંદ કલાર્પણ" નામના એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક શ્રેણીને પ્રભુના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. 14થી 20 દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા દ્વારા સાહિત્ય વિવેચન, ડો. ભાગ્યેશ ઝા તથા રામ મોરી દ્વારા દયારામ સાહિત્ય સંગોષ્ઠી, જલસો ટીમ દ્વારા વાચિકમ નાટ્ય, અરૂપા લાહેરી દ્વારા ભરતનાટ્યમની રજૂઆત, હેતલ નંદન મહેતા દ્વારા તબલા વાદન, બીજલ હરિયા (પરંપરા એકેડમી)ની શિષ્યાઓ દ્વારા કુચીપુડી નૃત્ય, પુનાના સુખદ મુંડે દ્વારા પખવાજ વાદન અને ભારતના જાણિતા કલાકારોમાં ડો. મધુભટ્ટ તૈલંગ દ્વારા શાસ્ત્રીય ધ્રુપદ સંગીત રજૂ કરવામાં આવશે. આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક દિગ્ગજોની હાજરી જોવા મળશે.
@GoswamiHaveli @abharangoswami-ranchhodlal3298 #ahmedabadnews #gujaratinews #vaishnav #jayjinendra #latestupdates