Перейти к содержимому

ગોરા કુંભાર ને લગની લાગી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો | bhajan kirtan satsang Hansaben Poriya

હંસાબેન પોરિયા

0:00 / 0:00

ગોરા કુંભાર ને લગની લાગી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો | bhajan kirtan satsang Hansaben Poriya

2 249 просмотров · 1 день назад
હંસાબેન પોરિયા
39,8 тыс. подписчиков
2 249 просмотров · 1 день назад
gora kumbhar ne lagni lagi vitthal ji darshan deva ne vela aavjo, ગોરા કુંભાર ને લગની લાગી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો પ્રસ્તુત છે ગોરા કુંભારની ભક્તિ અને ભગવાન વિઠ્ઠલની કૃપાનું વર્ણન કરતું સુંદર ગુજરાતી ભજન. 🙏 આ ભજનમાં ગોરા કુંભારની ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, જીવનમાં આવતી કઠિન પરિસ્થિતિઓ અને ભક્તની વહારે આવતા ભગવાનની કૃપાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. ભગવાન વિઠ્ઠલ અને રાધાજીની કૃપાથી બાળકોને નવું જીવન મળવાની આ ભક્તિભાવપૂર્ણ કથા શ્રદ્ધા અને સમર્પણનો સંદેશ આપે છે. ❤️ 🎵 ભજનના શબ્દો | Gujarati Bhajan Lyrics હારે ગોરા કુંભાર ને લગની લાગી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ગોરા કુંભાર ના સતી જળ ભરવા ચાલ્યા હારે ઘરે સુતા છે નાના બાળ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો નાગ સ્વરૂપે ભગવાન આવ્યા હારે ઇતો કરવા બાળક ના રક્ષણ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો આગળ ભગવાન ને પાછળ નાના બાળક હારે ઇતો ગયા ગોરા ની પાંસે વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ખોદે છે માટી ને ખુંદે છે ગારો હારે એણે નાખ્યા બાળક ને છુંદી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ગોરા કુંભાર ના સતી જળ ભરી આવ્યા હારે એણે ઘરે નો દીઠયા નાના બાળ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ગોરા કુંભાર ના સતી ગોરા કુંભાર ને પૂછે હારે કિંયા ગયા છે નાના બાળ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ખુંદુ છુ માટી ને ભજુ ભગવાન ને હારે સતી અમને નથી કાંઇ ખબરૂ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ત્યાંથી તે સતી બજારે હાલ્યા હારે એણે ક્યાંય નો દીઠયા નાના બાળ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ગોરા કુંભાર ના ભાભી મેણલા રે બોલે હારે ઇતો પાપીએ બાળક માર્યા વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો નથી હું પાપી ને નથી અપરાધી હારે અમે છીએ ભગવાન ના ભક્તો વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ત્યાંથી તે સતી અખેડે હાલ્યા હારે એણે ગારા મા હાડકાં દીઠા વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો હાડકાં વીણી સતીએ સુંડલા માં ભર્યા હારે એણે એક બાજુ ઢાંકી મુક્યા વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો મંજુર નું રૂપ લઈ ને ભગવાન આવ્યા હારે અમને કોઈ મંજુરી કામ આપો વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો તમારા મુલ તો અમે શું દઇએ હારે તમે પેટ વડીયે કામ કરજો વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ખંભે કોદાળી ને હાથ માં છે પાવડો હારે રાણી રાધાજી ના હાથ માં સુંડલો વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ખોદે છે માટી ને ખુંદે છે ગારો હારે રાણી રાધાજી વાળે પિંડલા વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો હાથમાં છે લાકડી ને ફેરવે છે સાંકડી હારે એણે ઉતાર્યા સોના વર્ણી ઠામ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો મજુરે હાથ લય ને સુંડલા માં મુક્યો હારે એણે અમૃત ની અંજળી છાંટી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો હારે એણે સજીવન કર્યા નાના બાળ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો ગાય શીખે ને સુણે રે સાંભળે હારે એને દેજો પંઢરપુર મા વાસ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો હારે ગોરા કુંભાર ને લગની લાગી વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો 🙏 ━━━━━━━━━━━━━━━━━━ ❤️ જય હરિ વિઠ્ઠલ | જય પાંડુરંગ | જય શ્રી કૃષ્ણ ❤️ 🙏 ભજન ગમે તો LIKE કરો. 🔔 આવા જ ગુજરાતી ભજન, કીર્તન અને સંતવાણી સાંભળવા માટે હંસાબેન પોરિયા (Hansaben Poriya) ચેનલને SUBSCRIBE કરો. 📲 આ ભજનને તમારા પરિવાર, મિત્રો અને ભક્તજનો સાથે SHARE કરો. તમારા પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. 🙏 #ગોરાકુંભાર #વિઠ્ઠલભજન #ગુજરાતીભજન #VitthalBhajan #GujaratiBhajan #Pandharpur #GoraKumbhar #HansabenPoriya #hansaben #satsang #bhajan #kirtan #bhakti #dhun #devotional #gujaratikirtan