Перейти к содержимому

બે કીર્તન લખેલ છે🌹ચંપારણ્યમાં મહાપ્રભુજી નું પ્રાગટ્ય થાય ત્યારે વૈષ્ણવ આનંદ ગાય છે આજે વધામણા રે🌹

VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)

0:00 / 0:00

બે કીર્તન લખેલ છે🌹ચંપારણ્યમાં મહાપ્રભુજી નું પ્રાગટ્ય થાય ત્યારે વૈષ્ણવ આનંદ ગાય છે આજે વધામણા રે🌹

15 872 просмотра · 1 год назад
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
10,6 тыс. подписчиков
15 872 просмотра · 1 год назад
ચંપારણ માં પ્રભુજી નું પ્રાગટ્ય થયુ હોય અને વૈષ્ણવ હરખાઈ ને ગાય છે🌹તમે બોલો મારા વૈષ્ણવ રે આજે આનંદ શેનો છે 🌹આજે વધામણા રે ચંપારણ ધામમાં🌹 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹 ( ૧ ) 🌹ઝાલર ઘંટા રે ચંપારણ વાગે છે તમે બોલો મારા વૈષ્ણવ રે આનંદ સેનો છે 🌹ચંપારણ માં અગ્નિના કુંડમાં મહાપ્રભુજી નું પ્રાગટ્ય રે આનંદ એનો છે 🌹તેલંગ કુળ દેવો ઈલમાંજી જીવો મોતીડે વધાવો રે આનંદ એનો છે 🌹દુધિડીયે નવડાવ્યા તિલક કરાવ્યા ઉપરણા ઓઢાળી રે આનંદ એનો છે 🌹કાશી ભણી આવ્યા વેદ શીખી આવ્યા પુષ્ટિમાર્ગ સ્થાપ્યો રે આનંદ એનો છે 🌹નામ નીવેદન કીધા પોતાના કરી લીધા જીવને ચરણે લીધા આનંદ એનો છે 🌹બ્રહ્મ સબંધ લીધા માનસી સેવા દીધી વલ્લભ કુળ ઊજાળું રે આનંદ એનો છે 🌹યમુના પાન કિતાબ વ્રજ ના સુખ દીધા વ્રજમાં વાસ દીધો આનંદ એનો છે 🌹 ઝાલર ઘંટા વાગે રે ચંપારણ્ય ગાજે છે ( ૨ ) 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹 🌹આજે વધામણા રે ચંપારણ ધામમાં પ્રગટ્યા શ્રી વલ્લભ રાય વધામણા રે... ચંપારણ ધામમાં 🌹વૈશાખ માસ ને વદી એકાદશી શુભ નક્ષત્ર શુભ વાર વધામણા રે... ચંપારણ ધામમાં 🌹તાત લક્ષ્મણ ભટ્ટ હૈયા માં હરખાણા હરખ્યા શ્રી ઈલમાંજી માત વધામણા રે... ચંપારણ ધામમાં 🌹સોનાને પારણે લાલને ઝુલાવ્યા નંદ મહોત્સવ કીધો વધામણા રે...ચંપારણ ધામમાં 🌹ભાતને ભાતના ભોગ ધરાવીયા વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા વધામણા રે... ચંપારણ ધામમાં 🌹નોબત નગારા ને વાજીંત્ર વાગે માનીની મંગલ ગાય વધામણા રે... ચંપારણ ધામમાં 🌹કદલી સ્તંભ બેની રોપ્યા આંગણિયે તોરણ બાંધ્યા છે દ્વાર વધાવ્યા રે...ચંપારણ ધામમાં 🌹દેવના ધંધુકા વાગે આકાશમાં પુષ્પની વૃષ્ટિ થાય વધામણા રે... ચંપારણ ધામમાં 🌹સગા કુટુંબી સ્નેહી તેડાવ્યા વર્ત્યો સે જય જયકાર વધામણા રે...ચંપારણ ધામમાં 🌹ભાત ને ભાત ના લાડ લડાવ્યા હસી હસીને ગોદ ખેલાવ્યા વધામણા રે...ચંપારણ ધામમાં 🌹વિદ્યા અલૌકિક આપ ભણ્યા છે પુષ્ટિ સિદ્ધાંત સમજાવ્યા વધામણા રે...ચંપારણ ધામમાં 🌹વ્રજમંડળમાં આપ બિરાજ્યા સેવિયા શ્રી ગોવર્ધનનાથ વધામણા રે...ચંપારણ ધામમાં 🌹પરમ ઉદાર આપ બિરાજ્યા વચનામૃત વરસાવ્યા વધામણા રે...ચંપારણ ધામમાં 🌹વેણુ ગીત યુગલ ગીત સુંદર સુબોધિની રસભર્યા ગ્રંથ રચાવ્યા વધામણા રે...ચંપારણ ધામમાં 🌹પૃથ્વી પરિક્રમા ત્રણ કરીને અનેક જીવ ચરણ લીધા વધામણા રે...ચંપારણ ધામમાં 🌹નામ નિવેદન શ્રીજી સન્મુખ કાપી સેવા સુખ દીધા વધામણા રે...ચંપારણ ધામમાં 🌹રસીકપ્રિયા કર જોડી કહે છે આપો શ્રી વ્રજમાં વાસ વધામણાં રે...ચંપારણ ધામમા 🌹આજે વધામણા રે ચંપારણ ધામમાં પ્રગટ્યા શ્રી વલ્લભ રાય વધામણા રે...ચંપારણ ધામમાં