Swaminarayan Bhaktchintamani Nilkanthvarni Letter To Ramanand Swami
Dhaval Sakaria
0:00 / 0:00
Swaminarayan Bhaktchintamani Nilkanthvarni Letter To Ramanand Swami
36 287 просмотров · 7 л. назад
Dhaval Sakaria
116 тыс. подписчиков
36 287 просмотров · 7 л. назад
નીલકંઠ વર્ણી મારું નામ, તમ શરણ વિના નથી ઠામ;
એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજ્યો અમારી. ૮
કોસળ દેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી;
પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રકટ મળે એહ અર્થે. ૯
એમ કરતાં આવ્યો લોજ આંઈ, રહ્યો છું તમારા સંત માંઈ;
કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરું આગ્રહ તે કહું મહારાજ. ૧૦
તપ કરું છું કઠણ તને, નથી મોળો હું પડતો મને;
ચારે માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા હું તેહ. ૧૧
વર્ષો વરસ કાર્તિક માસ, કરું છું સામટા ઉપવાસ;
વળી એ માસમાં કોઈ સમે, કરું કૃછવ્રતને તે અમે. ૧૨
ત્યાર પછી માઘ માસમાંય, કરું પારકકૃછ કહેવાય;
ચાંદ્રાયણ એકાદશી લઈ, સર્વે વ્રત કરું છું હું સઈ. ૧૩
કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ મને નથી મહારાજ;
પંચવિષયથી મન ઉતારી, કરું છું તપ કઠણ ભારી. ૧૪
તેણે કરીને શરીર માંઈ, લોહી માંસ ગયું છે સુકાઈ;
પ્રાણ રહ્યા તણી એક રીત, નથી રાખી મેં ચિંતવ્યું ચિત. ૧૫
કૃષ્ણદ્રશ્ન આશા સુધા વેલ, તેણે જાણો આ પ્રાણ રાખેલ;
નહિ તો અન્ન વિના મારો દેહ, વળી ચાલે એવા પ્રાણ જેહ. ૧૬
તેને રહેવા બીજું આલંબન, નથી બહુ મેં વિચાર્યું મન;
કળી યુગે અન્ન સમા પ્રાણ, સર્વે જાણે છે જાણ અજાણ. ૧૭
માટે મારા પ્રાણ નથી એવા, સહુ જાણે છે સતયુગ જેવા;
વળી અષ્ટાંગ યોગથી ઘણું, ઉપન્યું છે જે ઐશ્વર્યપણું. ૧૮
તેણે કરી દેહ ક્રિયા જેહ, વળી તપ ઉપવાસ તેહ;
નથી પડતાં તે કઠણ કાંઈ, તે તો પ્રભુ તમારી કૃપાઈ. ૧૯
એવો કૃષ્ણભક્ત મને જાણી, મળજ્યો મારે માથે મહેર આણી;
મારે માત તાત બંધુ લૈયે, સુહૃદ સ્વામી ગુરુ કૃષ્ણ કૈયે. ૨૦
તેહ કૃષ્ણ વિષે છે સ્નેહ, બંધાણા છે મન પ્રાણ દેહ;
તે વિના બીજે પ્રીત બંધાણી, તે તો શ્રીકૃષ્ણના ભક્ત જાણી. ૨૧
તે વિના પંચવિષય દેનાર, વા હોય સંબંધી નરનાર;
તેને નોય જો કૃષ્ણમાં પ્રીત્ય, તો તજું તેને વૈરીની રીત્ય. ૨૨
તેમાં કાઢશો દોષ જો તમે, તિયાં કહીએ છીએ સ્વામી અમે;
આગે ત્યાગ્યું એમ મોટે મોટે, તેને આવી નહી કાંઈ ખોટે. ૨૩
જુવો વિભિષણે તજ્યો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત;
તજી વિદૂરે કુળની વિધિ, ઋષિ પત્નીએ તજ્યાં સંબંધી. ૨૪
ગોપીએ તજ્યો પતિનો સંગ, તજ્યો પુત્ર વેનરાજા અંગ;
તજ્યો પ્રહ્લાદે પિતાને વળી, તેમ ગુરુ તજ્યો રાજા બળી. ૨૫
તેની અપકીર્તિ નવ્ય થઈ, સામું કીર્તિ શાસ્ત્ર માંહિ કઈ;
માટે એ રીત્ય અનાદિ ખરી, કૃષ્ણ વિમુખ મેલ્યાં પ્રહરી. ૨૬
માટે કૃષ્ણભક્ત મને વહાલા, બીજા સર્વ લાગ્યા છે નમાલા;
જેને તમારા જનશું નેહ, તેજ પામ્યા છે મનુષ્ય દેહ. ૨૭
બીજા જીવ છે પશુ સમાન, જેને વિષય સંબંધિ છે જ્ઞાન;
તેમાં ને પશુમાં ફેર નથી, એમ વિચારું છું હું મનથી. ૨૮
મનુષ્ય દેહને ઇચ્છે છે દેવ, જે પામી ન કરી હરિસેવ;
તે તો પશુ પૂછશિંગ હીણ, મર હોય ગુણી પરવીણ. ૨૯
કૂળ કીર્તિ રૂડા ગુણ રૂપ, હોય ઐશ્વર્યે કરી અનુપ;
તે તો જક્તમાં શોભે છે ઘણું, જેમ શોભે ફળ ઇન્દ્રામણું. ૩૦
સર્વે ગુણ તો શોભે છે ત્યારે, કૃષ્ણભક્તિ કરે જન જ્યારે;
કૃષ્ણભક્તિ હીણ ગુણ હોય, વણ લુણે વ્યંજન સમ સોય. ૩૧
ભક્તિ હીણ બ્રહ્મલોક જાય, તો પણ કાળ થકી ન મુકાય;
ભગવાનનું અંતરમાં સુખ, નથી પામતા હરિ વિમુખ. ૩૨
માટે કૃષ્ણની ભક્તિ છે મોટી, જેથી સુખી થયા કોટિ કોટિ;
શિવ બ્રહ્મા ઇન્દ્ર શુકાદેલિ, કરે છે ભક્તિ માનને મેલી. ૩૩
જેમ કરે છે બીજા સહુ જીવ, તેમ કરે છે બ્રહ્મા ને શિવ;
રાધા આદિ શક્તિઓ અપાર, કરે સેવા દાસી જેમ દ્વાર. ૩૪
અલ્પ જીવ કૃષ્ણભક્તિ કરે, તો તે કાળ કર્મ ભયથી તરે;
બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો, તો તે પણ છે કાળચવિણો. ૩૫
એવું માહાત્મ્ય શ્રીકૃષ્ણતણું, સુણ્યું શાસ્ત્ર સાધુથી મેં ઘણું;
માટે મેલી આળસ હું અંગે, કરું છું ઉગ્ર તપ ઉમંગે. ૩૬
તે તો કૃષ્ણ પ્રસન્ન થાવા માટ, મળે પ્રત્યક્ષ એ મને ઘાટ;
પામશે ચિત્ત નિરાંત્ય ત્યારે, મળશે કૃષ્ણ પ્રકટ જ્યારે. ૩૭
માટે સંત વચને બંધાઈ, રહ્યો છું તમારા સાધુ માંઈ;
વળી જોઉં છું તમારી વાટ, અતિ વિરહમાં કરું છું ઉચાટ. ૩૮
કૃષ્ણ કીર્તિ વિના પદગાન, શબ્દ લાગે ત્રિશૂળ સમાન;
નારી રૂપાળી લાગે છે એવી, જાણું ભૂખી રાક્ષસણી જેવી. ૩૯
વળી સુગંધી પુષ્પની માળ, તે તો લાગે છે કંઠમાં વ્યાળ;
ચંદન કેસર ને કુંકુમ, તે લેપન લાગે પંક સમ. ૪૦
કૃષ્ણ વિષે રહ્યું મારું મન, રહેવું પ્રાસાદે લાગે છે વન;
ઝીણાં ઘાટાં અંબર છે જેહ, થયાં સર્પ સમ મને તેહ. ૪૧
નાના પ્રકારનાં જે ભોજન, તે લાગે છે ઝેર જેવાં અન્ન;
વળી જે જે વસ્તુ સુખકારી, તે સર્વે મને થઈ છે ખારી. ૪૨
કૃષ્ણ દર્શન વિના છું ઘેલો, સ્વામી મેલજ્યો સંદેશો વહેલો;
તમારું દર્શન જ્યારે થાશે, ત્યારે સર્વે દુઃખ મારાં જાશે. ૪૩
માટે કૃપા કરી દર્શન દેજ્યો, વિરહાબ્ધિમાં બૂડ્યાં બાંયે ગ્રેજ્યો;
જેમ વર્તે છે પોતાને મન, એવાં લખ્યાં વર્ણીએ વચન. ૪૪