ગોકુળિયાની ગલીએ ગલીએ કૃષ્ણ કનૈયો નાચે રે | Krishna Bhajan Gujarati | Janmashtami Bhajan 2026
H G PATEL OFFICIAL MUSIC
0:00 / 0:00
ગોકુળિયાની ગલીએ ગલીએ કૃષ્ણ કનૈયો નાચે રે | Krishna Bhajan Gujarati | Janmashtami Bhajan 2026
31 682 просмотра · 1 месяц назад
H G PATEL OFFICIAL MUSIC
2,28 тыс. подписчиков
31 682 просмотра · 1 месяц назад
🙏 *ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે...* 🙏
પ્રસ્તુત છે ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓથી ભરેલું સુંદર અને આનંદમય ગુજરાતી કૃષ્ણ ભજન — **“ગોકુળિયાની ગલીએ ગલીએ”**.
ગોકુળની ગલીઓમાં નાચતા કાનુડા, ગોપીના ઘરમાં જઈ ગોરસ ઢોળવાની મસ્તી, માખણની બાળલીલા અને માતા યશોદાના લાડલા કનૈયાની નિર્દોષ શરારતોને આ ભજનમાં ભાવપૂર્વક રજૂ કરવામાં આવી છે.
🎵 *ભજન:* ગોકુળિયાની ગલીએ ગલીએ
🙏 *આરાધ્ય:* ભગવાન શ્રી કૃષ્ણ
🌸 *પ્રકાર:* ગુજરાતી કૃષ્ણ ભજન | કાનુડા ભજન | જન્માષ્ટમી ભજન
LYRICS:-
ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે... ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે...
કૃષ્ણ કનૈયો નાચે એ તો, મસ્તાનો થઈ માલે રે...
ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે... ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે...
ગોપી ગઈ જળ જમના ભરવા, કાનો ઘરમાં પેઠો રે... શીકા તોડ્યા, ગોરસ ઢોળ્યાં, માકળિયાને ઘાલ્યા રે...
ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે... ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે...
ઓચિંતી મહિયારણ આવી, હરિનો હાથ ઝાલે રે... મોઢા ઉપર ગોરખ ચોટ્યું, ઠપકો દેવા ચાલી રે...
ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે... ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે...
સાંભળને તું યશોદા રાણી, તારો કુંવર લાવી રે... બાળક તારો બહુ મસ્તાનો, આવી ટેવ શું પાડી રે...
ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે... ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે...
કહે જશોદા, તું જૂઠું બોલે, વઢવાને શીદ આવી રે... બાળક મારો કાંઈ ના જાણે, બેઠો બે કર જોડી રે...
બાળક જોયો પોતાનો ત્યાં, ગોપી લજ્જા પામી રે...
ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે... ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે...
હસવા શ્રી હરિ ત્યાં, ગોપી કહે શીશ નમાવી રે... આ બાળકને કોઈ ના પહોંચે, આની ગતિ છે ન્યારી રે...
ચૌદ લોકના સ્વામી સંગે, અબળા હિંમત હારી રે...
ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે... ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે...
ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે... ગોકુળિયાની ગલીએ ગલીએ, કૃષ્ણ કનૈયો નાચે રે...
કૃષ્ણ કનૈયો નાચે રે... કૃષ્ણ કનૈયો નાચે રે...
આ ભજન તમને ગમે તો વિડિયોને Like કરો, પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવા વધુ ગુજરાતી ભજન સાંભળવા માટે *H G Patel Official Music* ને Subscribe કરો.
🙏 જય શ્રી કૃષ્ણ
🙏 રાધે રાધે
🙏 નંદ ઘેર આનંદ ભયો
#ગોકુળિયાનીગલીએગલીએ #કૃષ્ણકનૈયો #GujaratiBhajan #KrishnaBhajan #GujaratiKrishnaBhajan #JanmashtamiBhajan #KanhaBhajan #KrishnaSong #Janmashtami2026