Hanuman Bhajan - જય હો ભક્તોનાં રખવાળ માતા અંજની કેરા બાળ - ભજન👇લખેલું છે - Divya Patel - Dhunkirtan
JEEVAN DEEP
0:00 / 0:00
Hanuman Bhajan - જય હો ભક્તોનાં રખવાળ માતા અંજની કેરા બાળ - ભજન👇લખેલું છે - Divya Patel - Dhunkirtan
28 просмотров · 7 часов назад
JEEVAN DEEP
11,6 тыс. подписчиков
28 просмотров · 7 часов назад
Hanuman Bhajan - જય હો ભક્તોનાં રખવાળ માતા અંજની કેરા બાળ - ભજન👇લખેલું છે - Divya Patel - Dhunkirtan
#હનુમાનભજન #hanumanbhajan #shanivar_bhajan #hanumanbhakti #jayhanumandada #vairalbhajan #gujratibhajan #shanivar_bhakti #hanumansong2026 #newhanumanbhajan #kashtbhanjandev #jaybajrangbali #divyapatel #jeevandeep
અમારી JEEVANDEEP ચેનલમા આપનો હાર્દિક સ્વાગત છે....🙏🙏🙏
આ વિડીયોમાં હનુમાન દાદાનો સુંદર મજાનો ભજન પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
આશા છે કે આ ભજન આપણને સાંભળવું જરૂર ગમ્યુ હશે.
ભજન સાંભળવું ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો....🙏🙏🙏
👇 " ભજન " 👇
જય હો ભક્તો ના રખવાળ માતા અંજની કેરા બાળ
જનમ થતા આભલિયે ઉડયા
છલાંગ દઈને સુરજ ગળીયા
જાગ્યો જગમાં જય જય કાર માતા અંજની કેરા બાળ.
કેસરીનંદન એ તો કહેવાય
જ્ઞાની ના જ્ઞાની વાનરોના સ્વામી
ડંકો વાગ્યો ચારે ધામ માતા અંજની કેરા બાળ.
બુદ્ધિ બળમાં સૌથી સવાયા
રામજી ને તમે ઋણી બનાવ્યા
નમે સુરાને સરદાર માતા અંજની કેરા બાળ.
સાત સમુંદર લાંઘ ગયે થે
લંકા ગઢમાં કૂદ ગયે થે
સીતા લાવી લંકા જલાવી માતા અંજની કેરા બાળ.
જેને સુરપતિ નરપતિ નમતા
ડાકણ સાકણ ભુતડા ડરતા
ભાગે ભૂત પ્રેત ભૈરવ કાળ માતા અંજની કેરા બાળ.
જે કોઈ સેવાને સમરણ કરે
નિર્ભય થઈને જગમાં ફરે
આશિષ લઈ તે આગળ જાય માતા અંજની કેરા બાળ.
તું જ આશિષ છે મારી સાથે
ભક્તિ ને શક્તિ મારી સાથે
વાળ ન વાંકો થાય જરાય માતા અંજની કેરા બાળ.
દર્શન કાજે જુરી રહ્યો છું
પાગલ થઈને જગમાં ફરું છું
કૃપા કરજો વીર હનુમાન માતા અંજની કેરા બાળ.
જેના હૈયે હનુમાન વસ્યા
આધી વ્યાધિ ઉપાધિ ખસિયા
એના રામ ધણી રખવાળ માતા અંજની કેરા બાળ.
દર્શન દેજો દીનાનાથ માતા અંજની કેરા બાળ
જય હો ભક્ત ના રખવાળ માતા અંજની કેરા બાળ..