Bhuj LCBની કામગીરી : અનેક રાજ્યોમાં ચોરીને અંજામ આપતી ચોર ટોળકી ચડ્ડીધારી ગેંગ સરગના સાથે ઝડપાઈ ગઈ..
KUTCH KANOON AND CRIME NEWS
0:00 / 0:00
Bhuj LCBની કામગીરી : અનેક રાજ્યોમાં ચોરીને અંજામ આપતી ચોર ટોળકી ચડ્ડીધારી ગેંગ સરગના સાથે ઝડપાઈ ગઈ..
3 164 просмотра · 5 дней назад
KUTCH KANOON AND CRIME NEWS
39,1 тыс. подписчиков
3 164 просмотра · 5 дней назад
અંતરાષ્ટ્રીય ચોર ટોળકી ચડ્ડીધારી ગેંગ ઝડપાઈ...
કચ્છમાં ચોરીને અંજામ આપે તે પહેલાં ચડ્ડીધારી ગેંગ પશ્ચિમ કચ્છ પોલીસના હાથે ઝડપાઈ ગઈ...
ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક સહિત ૧૫,થી વધુ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો...
અર્ટીગા કારમાંથી રૂપિયા છ લાખ રોકડા અને ચોરીના સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કરાયો...
પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ આંતરરાજ્ય સ્તરે ઘરફોડ ચોરીઓને અંજામ આપતી મધ્યપ્રદેશના ધાર જિલ્લાની કુખ્યાત ચડ્ડીધારી ગેંગનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. પોલીસે ૧૦ હજારના ઈનામી સરગના સહિત ગેંગના પાંચ રીઢા આરોપીઓને અર્ટીગા કાર સાથે ઝડપી પાડ્યા છે...
લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા આરોપીઓમાં મુખ્ય માનસિંહ ઉર્ફે માનીયો બાયસિંહ મોહનિયા જે રહેવાસી ધાર, મધ્યપ્રદેશનો છે. તેની સામે ૧૦ હજારના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
તે ઉપરાંત બીજો આરોપી દિનેશ ભેરુલાલ ચૌહાણ ચમાર, ત્રીજો આરોપી સ્વરૂપસિંહ ભંગુસિંહ અલાબા, ચોથો આરોપી શકરુબનસિંહ આમલીયારા અને પાંચમો આરોપી મોહબત ઈડુ મંડલોઈ તમામ રહેવાસી ધાર, મધ્યપ્રદેશ વાળાઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
કચ્છ સહિત અનેક રાજ્યોની ચોરીઓમાં સંડોવણી ખુલ્લી છે...
પોલીસ તપાસમાં આરોપીઓની સંડોવણી કચ્છ જિલ્લાના વાયોર, કોઠારા, નલીયા, પદ્ધર, માધાપર અને માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીઓમાં સામે આવી છે.
આ ઉપરાંત ગુજરાતના વડોદરા, નડિયાદ રોડ, ભાવનગર, અમરેલીના ચિતલ અને અમદાવાદ સાયન્સ સિટી ખાતે થયેલી ચોરીઓ તેમજ અન્ય રાજ્યોમાં કર્ણાટકના હબલી, મધ્યપ્રદેશના છિંદવાડા અને રાજસ્થાનના કોટા, રૂરલ સીએફસીએલ ટાઉનશીપ વિસ્તારમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરીમાં પણ આરોપીઓની સંડોવણી ખુલ્લી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ચોરીનો મુદ્દામાલ મધ્યપ્રદેશના સોની વેપારીઓ સંજય આમલીયારા અને ગૌરાંગ જૈનને વેચતા હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે. આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Google Mapsથી ટાર્ગેટ, દિવસે રેકી અને રાત્રે ચોરી કરતા હતા...
પોલીસ પૂછપરછ દરમિયાન ગેંગની ચોરી કરવાની અનોખી પદ્ધતિ પણ સામે આવી છે. ગેંગના સભ્યો મધ્યપ્રદેશથી અલગ અલગ વાહનોમાં નીકળી હાઈવે નજીક આવેલી પોશ સોસાયટીઓ અને ફેક્ટરી ક્વાર્ટરોને Google Maps પર શોધી ટાર્ગેટ કરતા હતા.
દિવસ દરમિયાન સ્થળની રેકી કર્યા બાદ રાત્રે નજીકની ઝાડીઓમાં સંતાઈ રહેતા અને યોગ્ય તક મળ્યા બાદ ચોરીને અંજામ આપતા હતા.
ચોરી કરવા જતા આરોપીઓ મોઢે રૂમાલ બાંધતા અને શરીરે માત્ર ચડ્ડી પહેરી આખા શરીર પર તેલ લગાવતા હતા. કોઈ વ્યક્તિ તેમને પકડવાનો પ્રયાસ કરે તો તેલના કારણે હાથમાંથી લપસીને ભાગી શકાય તેવી તેમની રીત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કોઈ જાગી જાય અથવા સામનો કરે તો આરોપીઓ પાસે રહેલા લોખંડના ગણેશિયા વડે હુમલો કરતા હોવાની પણ વિગતો સામે આવી છે.
Kutch News, Kutch News Today, Kutch Breaking News, Kutch Samachar,
Kutch Gujarati News, Kutch Latest News, Kutch Live News,
Gujarat News, Gujarat Samachar, Gujarati News, Gujarati Samachar,
Gujarati Breaking News, Breaking News, Latest News, News Update,
Kutch News Channel, Kutch News Live, Kutch Local News,
Bhuj News, Bhuj Samachar, Gandhidham News, Gandhidham Samachar,
Mundra News, Mundra Samachar, Anjar News, Anjar Samachar,
Mandvi News, Mandvi Samachar, Rapar News, Bhachau News,
Nakhatrana News, Abdasa News, Kutch Crime News,
Gujarat Crime News, Crime News Gujarat,
Kutch Kanoon and Crime, KKC News, KKC Crime News