Перейти к содержимому

રામદેવ નો બેરખો🌷દરિયામાં વાણીયો પીરને પોકારે🏵️હીરા મોતીનું મારું વહાણ ભરેલૂ નીચે👇લખેલું છે ❤️📲🔔

Bhavnabenbhajan official

0:00 / 0:00

રામદેવ નો બેરખો🌷દરિયામાં વાણીયો પીરને પોકારે🏵️હીરા મોતીનું મારું વહાણ ભરેલૂ નીચે👇લખેલું છે ❤️📲🔔

1 114 просмотров · 1 день назад
Bhavnabenbhajan official
1,12 тыс. подписчиков
1 114 просмотров · 1 день назад
🙏 જય રામાપીર 🙏 હીરા મોતીનું મારું વહાણ ભરેલું, દરિયે ડૂબવાને લાગ્યું રે... 🌊🙏 વાણિયાની શ્રદ્ધા, રામદેવ પીર પ્રત્યેની ભક્તિ અને ડૂબતી નાવને પીર દ્વારા મળેલી મદદની આ સુંદર લોકગાથા ભક્તિના ભાવથી રજૂ કરવામાં આવી છે. 🎤 ભાવના બેનના મધુર સ્વરમાં 🥁 સાગર મંડળની સંગાથે 🙏 રામદેવ પીરની પાવન ભક્તિ “શ્રદ્ધાથી જે પીરને સંભારે છે, દોડી દોડી આવે મારો વાલો રે...” ❤️ 🙏🙏 રામદેવ પીરનો બેરખો🙏🙏 હીરા મોતીનું મારું વહાણ ભરેલું, દરિયે ડૂબવાને લાગ્યું રે, દરિયામાં વાણિયો પીરને પોકારે, વાણિયો પીરને અરજ કરે છે રે. મારે જાવું છે પરદેશ કમાવા, મારા પરિવારને સાચવજો રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. ત્યારે રામદેવ એમ જ બોલ્યા, “મારા માટે શું લઈ આવીશ રે?” દરિયામાં વાણિયો પીરને પોકારે. ત્યારે વાણિયો એમ જ બોલ્યો, “રામદેવ, કઈ લઈ આવું રે?” દરિયામાં વાણિયો પીરને પોકારે. “સાવરે સોનાનો મારો બેરખો ઘડાવજે, સાચા હીરલે મઢાવજે રે.” દરિયામાં વાણિયો પીરને પોકારે. ત્યારે વાણિયો વચને બંધાયો, રામદેવ માટે બેરખો ઘડાવો રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. ત્યાંથી વાણિયો કમાવાને ચાલ્યો, દરિયા કાંઠે આવ્યો રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. હોડીમાં બેસીને વાણિયો સામે કાંઠે આવ્યો, “હોડીનું ભાડું મને આપો રે.” દરિયામાં વાણિયો પીરને પોકારે. “હું રે આવ્યો છું તારા નગરમાં કમાવા, કમાઈને તને ભાડું આપું રે.” દરિયામાં વાણિયો પીરને પોકારે. અઢળક સંપત્તિ વાણિયો કમાણો, રામદેવનો બેરખો ઘડાયો રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. સંપત્તિ લઈને વાણિયો દરિયા કાંઠે આવ્યો, આવ્યો છે દરિયા વચ્ચાળે રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. અધવચ્ચે આવીને વાણિયો બદલાયો, બેરખામાં મન એના મોયા રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. “સાવરે સોનાનો મેં તો બેરખો ઘડાવ્યો, નથી મારે રામદેવને દેવો રે.” દરિયામાં વાણિયો પીરને પોકારે. રણુજામાં રામદેવ વહેવાર કરે છે, વાણિયાએ વ્રત એના તોડ્યા રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. ઓચિંતો દરિયો તોફાને ચડ્યો, હોડી લાગી છે ડૂબા રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. સાચા હૃદયથી વાણિયો પીરને પોકારે, “ડૂબતી નાવને પ્રભુ તારો રે.” દરિયામાં વાણિયો પીરને પોકારે. હાથ લંબાવીને પીરે હોડીને તારી, બેરખો પહેરી લીધો હાથમાં રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. પવન વેગે હોડી ચાલવા લાગી, તોફાન પડ્યો છે શાંત રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. સંપત્તિ લઈને વાણિયો રણુજામાં આવ્યો, ધરી છે રામદેવને શરણે રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. ત્યારે રામદેવ એમ જ બોલ્યા, “મારા માટે શું લઈ આવ્યો રે?” દરિયામાં વાણિયો પીરને પોકારે. “સાવરે સોનાનો મેં તો બેરખો ઘડાવ્યો, દરિયો પ્રભુજી તોફાને ચડ્યો, બેરખો દરિયામાં ડૂબ્યો રે.” દરિયામાં વાણિયો પીરને પોકારે. ત્યારે રામદેવ બેરખો બતાવ્યો, “સારો તે ઘડાવ્યો છે તે બેરખો રે.” દરિયામાં વાણિયો પીરને પોકારે. “આટલો ગુનો, હરિ, મારો માફ કરો ને, હવે નહીં કરું આવી ભૂલ રે.” દરિયામાં વાણિયો પીરને પોકારે. બે-બે બેરખા વાણિયાએ ઘડાવ્યા, રામદેવના હાથમાં પહેરાવ્યા રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. શ્રદ્ધાથી જે પીરને સંભારે છે, દોડી દોડી આવે મારો વાલો રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. કઠણ કળિયુગમાં જાગતું પીરાણું, પૂરી કરો સૌની આશ રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. રામદેવનો બેરખો જે કોઈ ગાય છે, રણુજામાં થાય છે એનો વાસ રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. જેવી હોડી તમે વાણિયાની તારી, અમને ઉતારો ભવ પાર રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. હીરા મોતીનું મારું વહાણ ભરેલું, દરિયે ડૂબવાને લાગ્યું રે, દરિયામાં વાણિયો પીરને પોકારે. આ ભજન તમને ગમે તો Like 👍 | Share 🔄 | Subscribe 🔔 જરૂર કરજો અને કોમેન્ટમાં લખજો — જય રામાપીર 🙏 રામાપીર સૌની મનોકામના પૂર્ણ કરે અને સૌના જીવનમાં સુખ-શાંતિ ભરે. 🙏❤️ #bhavnabenbhajan#bhavnaben#RamdevPir#Ramapir #RamdevPirBhajan #GujaratiBhajan #Bhajan #Bhavnaben #SagarMandal #Ranuja #RamdevPirSong #GujaratiLokgeet #RamdevPirNaBhajan #જયરામાપીર #રામદેવપીર #ગુજરાતીભજન