Перейти к содержимому

રણુંજાના રાય મારા આંગણે પધારો🙏મારી ઝૂંપડીએ પધારો લખેલુ છેLike 👍Share ↗️Subscribe 🔔Ramapir Bhajan2026

Bhavnabenbhajan official

0:00 / 0:00

રણુંજાના રાય મારા આંગણે પધારો🙏મારી ઝૂંપડીએ પધારો લખેલુ છેLike 👍Share ↗️Subscribe 🔔Ramapir Bhajan2026

1 013 просмотров · 9 дней назад
Bhavnabenbhajan official
1,07 тыс. подписчиков
1 013 просмотров · 9 дней назад
🙏 જય રામાપીર 🙏 આંગણે પધારો મારી ઝૂંપડીએ પધારો, રણુજાના રાય મારા આંગણે પધારો. ❤️ રામાપીરના ચરણોમાં ભક્તિ અને શ્રદ્ધાથી અર્પણ કરેલું આ સુંદર ભજન સાંભળો અને રામાપીરના આશીર્વાદ મેળવો. 🙏 🌹🌹🌹ભાવના બેનના સ્વરમાં રામાપીરનું સુંદર ભજન🌹🌹🌹 આંગણે પધારો મારી ઝૂંપડીએ પધારો, રણુજાના રાય મારા આંગણે પધારો. વારે વારે કહું છું, મારે આંગણે પધારો. તમે મીરાં તે બાઈના ઝેર પીધા, તમે નરસૈયાના કામ બધા કીધા. તમે આવો હરિ, મને ભીડ પડી, પધારો રામાપીર. આંગણે પધારો મારી ઝૂંપડીએ પધારો, રણુજાના રાય મારા આંગણે પધારો. પિતા અજમલના વચને બંધાણા, તમે પાંચ વરસના બાળ બન્યા. આવ્યા દ્વારકાના નાથ, લીધો પોકરણગઢ અવતાર. પધારો રામાપીર. આંગણે પધારો મારી ઝૂંપડીએ પધારો, રણુજાના રાય મારા આંગણે પધારો. તમે કુમકુમ પગલી પાડી, તમે ઉકળતી દેગ ઉતારી. થયા ઘોડલીયે અસવાર, લીધા ભમ્મર ભાલા હાથ. પધારો રામાપીર. આંગણે પધારો મારી ઝૂંપડીએ પધારો, રણુજાના રાય મારા આંગણે પધારો. તમારી પારે વાંઝિયા આવે બાપા, વાંઝિયાને પારણા બંધાવે. દેજો ખોળાનો ખુંદનાર, દેજો પગલીનો પાડનાર. પધારો રામાપીર. આંગણે પધારો મારી ઝૂંપડીએ પધારો, રણુજાના રાય મારા આંગણે પધારો. આવા અવસરે ભૂલી જવાય ના, તારા ભક્તોની લાજ લુંટાય ના. તમે આવો રામાપીર, તમે ભાંગો મારી ભીડ. પધારો રામાપીર. આંગણે પધારો મારી ઝૂંપડીએ પધારો, રણુજાના રાય મારા આંગણે પધારો. મધ દરિયામાં નાવડી ડુબાડી રે, મારું મનડું બહુ મુંજાય રે. મારો પકડી લો ને હાથ, મને ઉતારો ભવ પાર. પધારો રામાપીર. આંગણે પધારો મારી ઝૂંપડીએ પધારો, રણુજાના રાય મારા આંગણે પધારો. વારે વારે કહું છું, મારા આંગણે પધારો. તમારી શરણે ખોડિયાર મંડળ આવે, રામ નામની ધૂન ગવડાવે. દેજો શરણોમાં વાસ, કરી ભૂલચૂક માફ. પધારો રામાપીર. આંગણે પધારો મારી ઝૂંપડીએ પધારો, રણુજાના રાય મારા આંગણે પધારો. 🙏 જો તમને આ ભજન ગમે તો Like 👍, Share 🔄 અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. #bhavnabennabhajan #bhavnabenoffical#bhavnabhajan#રામાપીર #Ramapir #Ramdevpir #GujaratiBhajan #રામાપીરભજન #રણુજાનારાય #GujaratiBhakti #Bhajan #GujaratiBhajan2026 #RamapirBhajan #ભક્તિગીત #ગુજરાતીભજન