#નાની ખાખરમાં ગ્રેવીટા કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ સામે ગ્રામસભામાં ગ્રામજનોનો ઉગ્રા વિરોધ...
KUTCH KANOON AND CRIME NEWS
0:00 / 0:00
#નાની ખાખરમાં ગ્રેવીટા કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ સામે ગ્રામસભામાં ગ્રામજનોનો ઉગ્રા વિરોધ...
2 043 просмотра · 3 месяца назад
KUTCH KANOON AND CRIME NEWS
38,9 тыс. подписчиков
2 043 просмотра · 3 месяца назад
#નાની ખાખરમાં ગ્રેવીટા કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ સામે ઉગ્ર વિરોધ, ગ્રામજનોનો સંકલ્પ કે, મરવા સુધીની લડત લડીશું...
#કચ્છના માંડવી તાલુકાના નાની ખાખર ગામમાં પ્રસ્તાવિત ગ્રેવીટા કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાની ખાખર અને બીદડા વચ્ચે સ્થાપિત થનારા આ પ્લાન્ટના વિરોધમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિવિધ સમાજોના આગેવાનો હાજર રહ્યા હતા. ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને ગામમાં કોઈપણ પ્રદૂષણકારક ઉદ્યોગને પ્રવેશ ન આપવા અને ભવિષ્યમાં આવી કંપનીઓને મંજૂરી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગ્રેવીટા ઈન્ડિયા લિમિટેડ દ્વારા ગ્રામજનોની જાહેર સુનાવણી તેમજ ગ્રામ પંચાયતની મંજૂરી વિના પ્લાન્ટ સંબંધિત કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં સાતથી આઠ જેટલી ભઠ્ઠીઓ કાર્યરત થશે, જેના કારણે ઝેરી વાયુઓ અને પ્રદૂષણ ફેલાવાની શક્યતા છે. આથી માનવ આરોગ્ય, પશુપાલન, બાગાયતી ખેતી અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી શકે છે. ગ્રામજનોનું કહેવું છે કે નાની ખાખર કચ્છનું “પેરિસ” ગણાતું હરિયાળું ગામ છે, જ્યાં મોટી સંખ્યામાં બાગાયતી ખેતી અને પશુપાલન થાય છે. આવા ઉદ્યોગોથી ગામની ઓળખ અને લોકોની રોજીરોટી પર સીધી અસર પડશે. ગ્રામસભામાં કંપનીને કોઈપણ પ્રકારની મંજૂરી ન આપવા, ગેરકાયદેસર બાંધકામ કે એકમ હોય તો તેને સીલ કરવાની માંગ સાથે સ્વચ્છ હવા અને શુદ્ધ પાણીના અધિકારનું રક્ષણ કરવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજપૂત, સંગાર મહેશ્વરી, બ્રાહ્મણ, મુસ્લિમ, જૈન, પટેલ, સોની, રાઠોડ અને અન્ય સમાજોના આગેવાનો સહિત સર્વ સમાજના જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા. ગ્રામજનોએ એકસ્વરે ચેતવણી આપી હતી કે ગામના હિત અને પર્યાવરણની રક્ષા માટે તેઓ અંતિમ શ્વાસ સુધી લડત ચાલુ રાખશે. આ પ્રસંગે રાજપૂત સમાજના આગેવાનોમાં નવુભા નાનુભા (રાજપૂત સમાજ પ્રમુખ), હકુભા જીલુભા (સરપંચશ્રી), દિલીપસિંહ જયેન્દ્રસિંહ, (સમસ્ત વિષ્ણુસમાજ પ્રમુખ), મહિપતસિંહ કલુભા, ચતુરસિંહ હાલુભા, જીતુભા ટપુભા, બહાદુરસિંહ ભાણજીભા, પૃથ્વીરાજસિંહ નટુભા, હનુભા દીપુભા, વિક્રમસિંહ માધુભા, મનુભા ખેંગારજી, મહાવીરસિંહ નટુભા,જુવાનસિંહ હમીરજી, દશીરથસિંહ રણજીતસિંહ, હિતુભા હરૂભા, નવુભા રાસુભા, રામદેવસિંહ લખુભા, ઘનશ્યામસિંહ ચનુભા, કિરણસિંહ ઉમેદસિંહ, કુલદીપસિંહ ચંદુભા, વિજયસિંહ પૃથ્વીરાજસિંહ, ઝાલા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ, રાજનસિંહ પ્રવિણસિંહ, છત્રસિંહ જુવાનસિંહ, જયશિવસિંહ ઝાલા, વિજયગીરી છગનગિરી ગોસ્વામી, બળદેવગીરી હરેશગીરી ગોસ્વામી, મહેશ્વરી સમાજના આગેવાનો મુકેશ કાનજી મોથારિયા, નવીનચંદ્ર મનજીભાઈ મહેશ્વરી (ચેરમેન શ્રી), રાણબાઇ ગાંગજી માતંગ (સભ્ય), જીગ્નેશ પ્રેમજી મોથારિયા, રતિલાલભાઈ ધેડા, કાનજીભાઈ મોથારીયા, કલ્યાણભાઈ ડુંગરખીયા, રમેશભાઈ ચંદે, ભરતભાઈ ચંદે, કાર્તિક દનિચા, દેવજી ભાઈ ધેડા, ખમુભાઈ માતંગ, મૂળજી મોથારિયા, બ્રાહ્મણ સમાજ. નીતેશભાઈ દશરથલાલ વેદાંત , રાવલ માધવભાઈ બાબાલાલ (શાસ્ત્રી), મુસ્લિમ સમાજ આગેવાનો રમજુભાઈ, રજાકભાઈ, જૈન સમાજ આગેવાનો ખુશાલ દેઢિયા, મુકેશ વિરા, પટેલ સમાજના આગેવાનો બાબુભાઈ પટેલ, કાંતિભાઈ નારાયણ પટેલ, સોની સમાજના અગ્રણી સુરેશભાઈ સોની, રાઠોડ સમાજના અગ્રણી હકુભાઈ રાઠોડ, રાજાભાઈ (વકીલ) શામજી, રાજુભાઈ શામજી, કિશોરભાઈ પરમાર, પટણી સમાજના અગ્રણી જખુભાઈ,સર્વ સમાજના આગેવાનો અને જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા.
#અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા...
#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#mundranews #bhujnews #abadasanews #nakhtrananews
#anjarnews #bhachaunews
#gandhidhamnews #raparnews
#mandvinews #samachar
#kkccrimenews #kutchkanoonandcrime
#kkcnews #kkc crime news #kutchnews_channel
#kutch_news_today #kutch_news live
#kutch_breaking_news #gandhidham_news #bhuj_news #mundra_news #mandvi_news #anjar_news #nakhtrana_news #abadasa_news #bhachau_news
#rapar_news #kutch_gujarat_news
#kutch_samachar #breaking_news
#daily_news_update #today_news_headlines #latest_news
#crime_news #political_news
#social_media_news #accident_news
#local news_update #gujarati_news
#gujarati_samachar #gujarat_news
#kutch_gujarati_news #gujarati_breaking_news
#gujarat_latest_news
news_channel #youtube_news #trending_news #viral_news #top_news today #news_update_live