શું અમેરિકામાં ચાલુ વર્ષે જ મંદી આવવાની છે? ટ્રમ્પ પણ શ્યોર નથી!
I am Gujarat
0:00 / 0:00
શું અમેરિકામાં ચાલુ વર્ષે જ મંદી આવવાની છે? ટ્રમ્પ પણ શ્યોર નથી!
17 402 просмотра · 1 г. назад
I am Gujarat
170 тыс. подписчиков
17 402 просмотра · 1 г. назад
પોતાની ઈચ્છા પડે તેમ દુનિયાના અલગ-અલગ દેશો પર ટેરિફ લગાવીને ડોનાલ્ડ ટ્રમ્પે જે તડાફડી બોલાવી છે તેના કારણે હવે ખુદ અમેરિકા જ મંદીમાં સપડાઈ શકે છે જેનો ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈનકાર નથી કર્યો. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલો એક ઈન્ટરવ્યુ રવિવારે પબ્લિશ થયો હતો જેમાં તેમને પોતાના ‘અમેરિકા ફર્સ્ટ’ એજન્ડાને લીધે યુએસમાં મંદી આવશે કે કેમ તે અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલનો જવાબ આપતા અમેરિકન પ્રેસિડેન્ટે મંદીની શક્યતા નકારવાનો ઈનકાર કરી દેતા કહ્યું હતું કે મને આ પ્રકારની બાબતો પર કોઈ આગાહી કરવું જરાય પસંદ નથી. જોકે, સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે હાલ ટ્રાન્ઝિશન પિરિયડ ચાલી રહ્યો છે અને પોતાની સરકાર જે કરી રહી છે તે ખૂબ જ મોટું કામ છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે પોતે અમેરિકાની સંપત્તિ દેશમાં પાછી લાવી રહ્યા છે અને આ કામ જરાય આસાન નથી. તેમાં થોડો સમય લાગશે તે વાતનો સ્વીકાર કરતા ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેનું પરિણામ ઘણું સકારાત્મક રહેશે.