ટેક્સસમાં $400kના મુદ્દામાલ સાથે પકડાયેલા ગુજરાતી પર $10Mનો બોન્ડ
I am Gujarat
0:00 / 0:00
ટેક્સસમાં $400kના મુદ્દામાલ સાથે પકડાયેલા ગુજરાતી પર $10Mનો બોન્ડ
7 014 просмотров · 2 дня назад
I am Gujarat
170 тыс. подписчиков
7 014 просмотров · 2 дня назад
ટેક્સસમાં લોકલ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા સૂચિત પટેલ નામના એક ગુજરાતી પર કોર્ટે 10 મિલિયન ડોલરનો બોન્ડ મૂક્યો છે. આરોપી પાર્સલ કાંડમાં સંડોવાયેલો હોવાનો પોલીસનો દાવો છે અને તેની પાસેથી ગોલ્ડ, સિલ્વર અને કેશ પેટે કુલ 4,01,565 ડોલરનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સવૂડ પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ઓક્ટોબર 03ના રોજ ગેલ્વેસ્ટન કાઉન્ટીમાં અરેસ્ટ વોરન્ટ જ્યારે ફોર્ટ બેન્ટ કાઉન્ટીમાં સર્ચ વોરન્ટ એક્ઝિક્યુટ કરવામાં આવ્યા હતા જેમાં રિચમંડમાં રહેતા સૂચિત પટેલની ઓર્ગેનાઈઝ્ડ ક્રિમિનલ એક્ટિવિટીમાં સામેલ હોવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ત્રણ લાખ ડોલરથી ઓછી રકમની ચોરી કરવા બાબતે ફર્સ્ટ ડિગ્રી ફેલોની ચાર્જ પણ લગાવવામાં આવ્યો છે.