વ્રજ ના લાડીલા વેલા આવજો...કિર્તન નીચે લખેલું છે. #bhajan #કીર્તન #dayabenvirani #kirtan #ગીત
dayaben virani
0:00 / 0:00
વ્રજ ના લાડીલા વેલા આવજો...કિર્તન નીચે લખેલું છે. #bhajan #કીર્તન #dayabenvirani #kirtan #ગીત
79 950 просмотров · 4 г. назад
dayaben virani
42,1 тыс. подписчиков
79 950 просмотров · 4 г. назад
કનૈયા મારી આંખો ના તારા
સત્સંગમા વેલેરા પધારજો..
અંતરમાં આશ વાલા તમારા દર્શનની
દિનબંધુ દોડી દોડી આવજો...
મથુરામાં જન્મ્યા વ્હાલા ગોકુળમાં ઉછેર્યા
દ્વારિકાના રાજા વેલા આવજો....
દેવકી ના જાયા વાલા જશોદાના લાલા
નંદ દુલારા વેલા આવજો....
અક્રૂડના ભત્રીજ વાલા કંસના
ભાણેજ
બળભદ્રના વીરા વેલા આવજો...
ગોપીઓના પ્યારા વાલા સુભદ્રા ના વીરા
રાધાના સ્વામી વેલા આવજો...
વ્રજના લાડીલા વાલા ભક્તોના પ્યારા
અર્જુનના સખા વહેલા આવજો...
વલ્લભના સ્વામી પ્રભુ અંતર્યામી
સત્સંગમાં વેલેરા પધારજો...
ભક્તોની અરજી વાલા પ્રેમે સ્વીકારજો
અષ્ટ પટરાણી સાથે લાવજો....