( ભજન લખેલું છે)ઘડપણ આવી જાય જુવાની તો જાય🙏#gujratibhajan#youtube #viral
shri nagneshwari Bhajan mandal Jageshwar
0:00 / 0:00
( ભજન લખેલું છે)ઘડપણ આવી જાય જુવાની તો જાય🙏#gujratibhajan#youtube #viral
286 просмотров · 4 дня назад
shri nagneshwari Bhajan mandal Jageshwar
548 подписчиков
286 просмотров · 4 дня назад
ઘડપણ આવી જાય, જુવાની તો જાય
તોય તારો સ્વભાવ કેમ ના બદલાય (૨)
કેમ ના બદલાય તુ કેમ ના બદલાય
હો પગના ઢીંચણ તો ઢચું પચું થાય છે
બીજો પગ તો લાકડી કહેવાય છે (૨)
હે માથે ધોળા આવ્યા વાળ (૨)
ક્યારે લેવા કાળ કોઈ નક્કી ના કહેવાય
ઘડપણ આવી જાય, જુવાની તો જાય
તોય તારો સ્વભાવ કેમ ના બદલાય (૨)
કેમ ના બદલાય તુ કેમ ના બદલાય
હે દાત એક પછી એક પરવા લાગે છે
જીભ શીરો પુરી ને ભજીયા માંગે છે (૨)
હે કાને ઓછું સંભળાય આંખે મોતિયા આવી જાય (૨)
રોગ નવા નવા થાય તોય તારો સ્વભાવ કેમ ના બદલાય
ઘડપણ આવી જાય, જુવાની તો જાય
તોય તારો સ્વભાવ કેમ ના બદલાય
કેમ ના બદલાય તુ કેમ ના બદલાય
હવે છોકરા ની વહુ કંટાળે છે
પછી ખૂણા માં ચૂપ ચાપ બેસાડે છે (૨)
કહે સખીઓ સાચી વાત મનડું ભક્તિ મા તું રાખ
એ જ છે સાચો પોકાર
ઘડપણ આવી જાય, જુવાની તો જાય
તોય તારો સ્વભાવ કેમ ના બદલાય
કેમ ના બદલાય તુ કેમ ના બદલાય
______________🙏🙏🙏🙏🙏_____________
અમારા ભજન ગમ્યા હોય તો વિડીયો ને લાઈક અને શેર કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાધે રાધે🙏🙏