ખુબ સુંદર ભજન છે. "માધવ ને મળવા ગયા હતા". લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો
Krishna Bhajan Mandal
0:00 / 0:00
ખુબ સુંદર ભજન છે. "માધવ ને મળવા ગયા હતા". લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો
7 578 просмотров · 5 дней назад
Krishna Bhajan Mandal
3,82 тыс. подписчиков
7 578 просмотров · 5 дней назад
કાળા કરશન ને નજરે નિહાળવા આયા ગોમતી ઘાટરે દ્વારકા ફરવા જ્યાતા રે
ઠાકર ને મળવા જ્યાતા રે
હો અરે છપ્પન પગથિયા ચડીને
શિહાસને બેઠાદીનો નાથરે
દરિયામાં નાવા જ્યાતા રે કોનુડા ને જોવા જ્યાતા રે
હો દરિયાના મોજાં વાલા પગલા પખાળે
રાજા ધીરાજ મારો ભેત આડું ભાળે
હો બાવનગજ નેજો આભે લહેરાય
ધજા કરે વાદળ થી વાત રે
દુવારકા ફરવા જ્યાતા રે માધવ ને મળવા જ્યાતા રે
હો દરિયાના બેટ મા બેઠા શોમળિયો
મોર પીંછ મુગટ ને કાળી કોબળીય
હો પેરી પીળા પીતાંબર ને કોનો મા વાળિયો
નટખટ નખરાળો કોનુડો ગોવાળિયો
હો ઉગમણી ફેરમા બેઠાં મારો વાલો
દુનિયાનો દેવ મારો જશોદા નો લાલો
એ રાજા રણછોડના દર્શન કરવા આવે અઢારે નાત રે
દુવારકા ફરવા જ્યાતા રે માધવ ને મળવા જ્યાતા રે
હો મસ્તક નમાવી પાય લાગુ એના ચરણે
સ્વર્ગ જેવું શુખ મળે ઠાકર ના શરણે
હો જગ મગ દીવા જલે દ્વારિકા ના બારણે
ઝૂલો ઝૂલે સે કાન હોનાના પારણે
હો વાસલડી ના સૂર હંભલાણા
જોઈ ને મારા હૈયા હરખાણા
હો કાળા કરશન ને નજરે નિહાળવા
આયા ગોમતી ઘાટરે
દ્વારકા ફરવા જ્યાતા રે ઠાકર ને મળવા જ્યાતા રે
#MadhavneMadavaGyataખુબ સુંદર ભજન છે. "માધવ ને મળવા ગયા હતા". લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો.
ભજન: દ્વારિકા ફરવા ગયા હતા માધવ ને મળવા ગયા હતા
ગાયકા: પટેલ તેજલ બેન. સોનમબેન