ભજન.. કાનુડો કાનુડો કાળો કાળો કાનુડો... (ભજન નીચે લખેલું છે)
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
ભજન.. કાનુડો કાનુડો કાળો કાળો કાનુડો... (ભજન નીચે લખેલું છે)
55 453 просмотра · 3 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
154 тыс. подписчиков
55 453 просмотра · 3 г. назад
કાનુડો કાનુડો કાળો કાળો કાનુડો (૨)
કાનુડો કાનુડો વાલો વાલો કાનુડો
મીઠી મીઠી મોરલી વગાડે વાલો કાનુડો
નંદજી નો લાલો લટકારો પેલો કાનુડો
રાધાજી ની આંખડીનો તારો પેલો કાનુડો
ઓઢી કાળી કામળી અને વાંકડિયા છે વાળ
હે.. વહાલી એની વાંસળી
હે..એતો ચાલે ચમકતી ચાલ પેલો કાનુડો
કાનુડો કાનુડો વાલો વાલો કાનુડો
મીઠી મીઠી મોરલી વગાડે પેલો કાનુડો
રાધાજી ની આંખડી નો તારો પેલો કાનુડો
હે વનરાવન ની વાટમાં
એનું જબરું ચાલે જોર
હે તો મહિની મટકીઓ ફોડતો
હે તો હે ..તો કહેવાયો માખણ ચોર પેલો કાનુડો
કાનુડો કાનુડો કાળો કાળો કાનુડો
કાનુડો કાનુડો વાલો વાલો કાનુડો
મીઠી મીઠી મોરલી વગાડે પેલો કાનુડો
રાધાજીની આંખડીનો તારો પેલો કાનુડો
હે કાલુ કાલુ બોલતો ને એના
કામણગારા કામ
એ ચાલે ઠુમકા કરતો
હે કરે ગોપીઓને ઊંઘ હરામ પેલો કાનુડો
કાનુડો કાનુડો વાલો વાલો કાનુડો
મીઠી મીઠી મોરલી વગાડે પેલો કાનુડો
રાધાજી ની આંખડીનો તારો પેલો કાનુડો
આખા ગોકુળ ગામમાં એનુ છવાયું છે નામ
ગોપીઓના દિલમાં વસીયો
હે મારે રોજ રોજ પ્રેમના બાણ પેલો કાનુડો
કાનુડો કાનુડો કાળો કાળો કાનુડો
મીઠી મીઠી મોરલી વગાડે પેલો કાનુડો
રાધાજીની આંખનો તારો પેલો કાનુડો
કાનુડો કાનુડો કાળો કાળો કાનુડો