ભાદરવા મહિનાના નિયમો | ભાદરવાનું સ્વાસ્થ્ય | Anup Mehta
Anup Mehta
0:00 / 0:00
ભાદરવા મહિનાના નિયમો | ભાદરવાનું સ્વાસ્થ્ય | Anup Mehta
9 911 просмотров · 2 недели назад
Anup Mehta
96 тыс. подписчиков
9 911 просмотров · 2 недели назад
ભાદરવો મહિનો એટલે વરસાદની ઋતુનો અંતિમ સમય અને ધીમે ધીમે શિયાળાની શરૂઆત તરફનું ઋતુ પરિવર્તન, આ સમય દરમિયાન વાતાવરણ ભેજ દરમિયાન અને ઠંડકમાં વારંવાર ફેરફાર થતો હોવાથી શરીર પર તેની અસર જોવા મળે છે, ખાસ કરીને શરદી ઉધરસ તાવ વાઇરલ ઇન્ફેક્શન પેટના રોગો અને પાચન સંબંધિત તકલીફો થવાની શક્યતા વધી શકે છે.
આ મહિનામાં સ્વચ્છ અને ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવું ખૂબ જ જરૂરી છે બહારનું ખુલ્લું ખાવાનું વાસી ખોરાક અને વધુ તળેલું મસાલેદાર ખાવાનું ટાળવુ જોઈએ.
હળવો તાજો અને પૌષ્ટિક ખોરાક લેવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને લીલા શાકભાજી ફળો અને યોગ્ય પ્રમાણમાં પ્રોટીનયુક્ત ખોરાકને રોજિંદા આહારમાં સામેલ કરવો જોઈએ.
વરસાદી વાતાવરણમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે તેથી ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે આસપાસ ની સફાઈ રાખવી અને જરૂર મુજબ મચ્છરથી બચવાના ઉપાયો કરવા જોઈએ.
આ ઉપરાંત પૂરતી ઊંઘ લેવી નિયમિત હળવી કસરત કરવી અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી પણ એટલી જ જરૂરી છે ભોજન પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથ સારી રીતે ધોવાની ટેવ રાખવી જોઈએ.
ભાદરવા મહિનામાં શરીરમાં કોઈ અસામાન્ય લક્ષણો જોવા મળે જેમ કે સતત તાવ વધારે નબળાઈ શ્વાસ લેવામાં તકલીફ સતત ઉલટી ઝાડા અથવા અન્ય ગંભીર તકલીફ તો જાતે દવા લેવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જોઈએ
સ્વસ્થ આહાર સ્વચ્છતા પૂરતું પાણી સારી ઊંઘ નિયમિત કસરત આ પાંચ બાબતોનું ધ્યાન રાખીને આપણે ભાદરવા મહિનામાં પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકીએ છીએ.
#ભાદરવો #ભાદરવાનુંસ્વાસ્થ્ય #સ્વાસ્થ્યનાનિયમો #ભાદરવાનાંઅફરનિયમો #bhadrapaksh #Septemberhealth #healthtips