Перейти к содержимому

વસંતબેન-બલિને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માગવા-વામન અવતાર-ડિસ્ક્રિપ્શન માં કીર્તન લખેલું છે

Nimavat Vasantben

0:00 / 0:00

વસંતબેન-બલિને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માગવા-વામન અવતાર-ડિસ્ક્રિપ્શન માં કીર્તન લખેલું છે

2 520 512 просмотров · 6 л. назад
Nimavat Vasantben
249 тыс. подписчиков
2 520 512 просмотров · 6 л. назад
હાં રે બલિ ને આંગણે આવ્યા છે બ્રહ્મચારી, મોરારી આવ્યા માંગવા.... સોનલે મઢેલી એની અઢી ફૂટ ની કાયા, હા રે એની આંખું માં વટ ને ખુમારી મોરારી આવ્યા માંગવા... કમર કસી ને એણે વાળી છે લંગોટી, હા રે એને ખંભે નાનકડી છે ઝોળી મોરારી આવ્યા માંગવા.... કેશ લટકે ને ચોટલી રે લટકે, હાં રે એની આંખુ માં દેખાય દુનિયા સારી મોરારી આવ્યા માંગવા.... લલાટે લગાડી એણે ઉજળી ભભૂતી, હાં રે એને અંગે જનોઈ ત્રણ તારી મોરારી આવ્યા માંગવા... હાથમાં છે કમંડળ છે વાંસ ની છે લાકડી, હાં રે ચૌદ બ્રહ્માંડ નો નાથ બન્યા ભિખારી મોરારી આવ્યા માંગવા.... આવો બટુકજી અવસર દીપાવો, હાં રે તમે માંગી લ્યોને મરજી તમારી મોરારી આવ્યા માંગવા.... સાડા ત્રણ ડગલાં પૃથ્વી મારે જોઈએ, હાં રે બલિ વિચારીને કરજો દાતારી મોરારી આવ્યા માંગવા... ભૂદેવે જાણ્યું ને અદિતિ એ જાણ્યું, હાં રે એના અદેખા ગુરુએ વાત જાણી મોરારી આવ્યા માંગવા.... આકાશ પાતાળ પૃથ્વી ત્રણ ડગલે માપ્યું, હાં રે બલિ અડધું ડગલું રહ્યું બાકી મોરારી આવ્યા માંગવા.... વિઠ્ઠલ વિવેક કરીને વાણી બોલ્યા, હાં રે બલિ ક્યાં ગઈ દાતારી તમારી મોરારી આવ્યા માંગવા.... પ્રભુજી ને ઓળખી ને શિષ નામાવ્યાં, હાં રે પ્રભુ મુકોને માથે અમારી મોરારી આવ્યા માંગવા.... શરણ લંબાવીને શીશ ઉપર મૂક્યો, હારે બલીને પાતાળ માં દીધો છે ચાપી મોરારી આવ્યા માંગવા... ધન્ય ધન્ય ભકતી તારી રે બલીરાઈ, હાં રે તમારે જે રે જોઈએ તે માંગી લ્યો ને મોરારી આવ્યા માંગવા... બીજું તો કાંઈ પ્રભુજી મારે નવ જોઈએ, હાં રે મારે જોઈએ રખવાળી તમારી મોરારી આવ્યા માંગવા... પ્રભુજી બંધાણાં ને લક્ષ્મીજી મુંજાણાં, હાં રે રક્ષા બાંધી છોડાવી લીધા સ્વામિ મોરારી આવ્યા માંગવા... બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવના વારા, હાં રે એને ચાર ચાર માસની રખવાળી મોરારી આવ્યા માંગવા... A Gujarati Traditional Kirtan #વસંતબેનનીમાવત, #ગુજરાતીકિર્તન, #દેશીકીર્તન, #સત્સંગ, #સત્સંગમંડળ, #VasanbenNimavat, #GujaratiKirtan, #DeshiKirtan, #Satsang