Перейти к содержимому

સંપ 'શબ્દો'એ કર્યો તો શું થયું ? અનિલ ચાવડાનો પેટીપેક Interview | Ramesh Tanna | Navi Savar

Navi Savar

0:00 / 0:00

સંપ 'શબ્દો'એ કર્યો તો શું થયું ? અનિલ ચાવડાનો પેટીપેક Interview | Ramesh Tanna | Navi Savar

901 просмотр · 4 недели назад
Navi Savar
36,2 тыс. подписчиков
901 просмотр · 4 недели назад
નવી પેઢીને ગુજરાતી કવિતા અને ગઝલ તરફ આકર્ષવામાં પણ અનિલ ચાવડાનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. પરંપરાની સમજ સાથે આધુનિક સંવેદનાને જોડતી તેમની સર્જકતા ગુજરાતી ગઝલને નવી તાજગી આપે છે. ગુજરાતી કવિતા અને ગઝલના સમકાલીન સર્જકોમાં અનિલ ચાવડા એક આગવું અને અત્યંત નોંધપાત્ર નામ છે. તેમની કલમમાં જીવનની વાસ્તવિકતા છે, માણસની પીડા છે, પ્રેમની નાજુક અનુભૂતિ છે અને સમાજને જોવાની સંવેદનશીલ દૃષ્ટિ પણ છે. નવી સવાર યૂટ્યૂબ ચેનલને અનિલ ચાવડા સાથે આત્મીય મુલાકાત કરવાનો અવસર મળ્યો. આ મુલાકાતમાં તેમની સર્જનયાત્રા, કવિતા-ગઝલ સાથેનો સંબંધ, જીવનના અનુભવો અને સાહિત્ય પ્રત્યેની તેમની નિસબત વિશે રસપ્રદ વાતચીત થઈ છે. અનિલ ચાવડાની ગઝલોની સૌથી મોટી વિશેષતા તેમની સરળતા અને ઊંડાણ છે. તેઓ અઘરી વાતને પણ સહજ શબ્દોમાં એવી રીતે મૂકે છે કે ભાવકને એ વાત પોતાની જ લાગવા માંડે. તેમની ગઝલોમાં માત્ર શબ્દોની સુંદર ગોઠવણી નથી; તેમાં ધબકતું જીવન છે. પ્રેમ, વિરહ, સંબંધો, એકલતા, સંઘર્ષ, સામાજિક વિસંગતિ અને માણસની અંદર ચાલતી મથામણને તેઓ આકર્ષક ભાષામાં વ્યક્ત કરે છે. તેમની ગઝલ સાંભળતાં એવું અનુભવાય કે કવિ આપણા મનમાં રહેલી પરંતુ શબ્દ ન પામી શકેલી લાગણીને વાચા આપી રહ્યા છે. The younger generation has also been drawn towards Gujarati poetry and ghazals through the significant contribution of Anil Chavda. With a deep understanding of tradition and a keen sense of contemporary sensibilities, his creative expression brings a refreshing vitality to the Gujarati ghazal. Among contemporary Gujarati poets and ghazal writers, Anil Chavda holds a distinctive and highly respected place. His writing reflects the realities of life, human pain, the delicate emotions of love, and a sensitive perspective on society. The Navi Savar YouTube Channel had the pleasure of having a warm and engaging conversation with Anil Chavda. During this interview, he speaks about his creative journey, his relationship with poetry and ghazals, his life experiences, and his deep commitment to literature. One of the most remarkable qualities of Anil Chavda’s ghazals is their simplicity combined with depth. He has the rare ability to express complex thoughts in such simple and natural words that readers and listeners often feel as though he is speaking about their own lives and emotions. His ghazals are not merely beautiful arrangements of words; they are filled with the pulse of life. Love, separation, relationships, loneliness, struggle, social contradictions, and the inner conflicts of the human mind find compelling expression in his poetry. Listening to his ghazals often creates the feeling that the poet has given words to emotions that have long existed within us but that we ourselves were unable to express.