Перейти к содержимому

EP - 20 / હરદ્વાર ગોસ્વામી. / નવજીવન Dialogues / Navajivan Trust

Navajivan Trust

0:00 / 0:00

EP - 20 / હરદ્વાર ગોસ્વામી. / નવજીવન Dialogues / Navajivan Trust

399 просмотров · 1 месяц назад
Navajivan Trust
13,8 тыс. подписчиков
399 просмотров · 1 месяц назад
નવજીવન ડાયલોગ્સમાં આ વખતે પધાર્યા છે કવિ હરદ્વાર ગોસ્વામી. હરદ્વાર ગોસ્વામી એક ઉત્તમ કવિ તો છે જ, સાથે તેઓ સંચાલક, નાટ્યકાર, અને કોલમિસ્ટ પણ છે. તેઓ શબ્દશ્રી નામની એક સંસ્થા ચલાવી રહ્યા છે, તેના અંતર્ગત સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો કરતા રહે છે. ભાવનગર જિલ્લાના તળાજા ગામે જન્મેલા આ સર્જકે M.A., M.Phil.ની પદવી મેળવેલી છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે - હવાને કિનારે. ત્યારબાદ અનેક વિષયના ૪૦ જેટલાં પુસ્તકો પ્રગટ થઇ ચુક્યા છે. તેમના સાહિત્યસર્જન બદલ તેમને યુવાગૌરવ પુરસ્કાર, બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર, પારસચંદ્રક, જેવાં અનેક એવોર્ડ્સ મળેલા છે. કૉલેજ કાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરુ કર્યું હતું, અને આજે પણ અનેક કવિસંમેલનોમાં સંચાલક/કવિ તરીકે પોતાની રજૂઆત કરતા રહે છે. અગિયારમાં ધોરણમાં હતા ત્યારે તેમની પ્રથમ કવિતા ‘કવિલોક’ અને ત્યારે બાદ ‘કુમાર’માં પ્રગટ થઇ હતી. સિરિયલ, ફિલ્મ, નાટકનું લેખન કરી ચુક્યા છે. Etv ગુજરાતી અને FM રેડિયોમાં કાર્યક્રમ કન્ટેન્ટ રાઈટર તરીકે પણ કામ કર્યું છે. હાલમાં દિવ્ય ભાસ્કરમાં રેગ્યુલર કોલમ લખી રહ્યા છે. નવજીવન ડાયલોગ્સના આ એપિસોડમાં તેમની સાહિત્યસર્જનની યાત્રા વિશે થયેલો સંવાદ ખૂબ મજા પડે તેવો છે.