EP - 120 / ધીરુબહેન પટેલની જન્મશતાબ્દી નિમિત્તે સર્જકવંદના / Navajivan Talks / Navajivan Trust.
Navajivan Trust
0:00 / 0:00
EP - 120 / ધીરુબહેન પટેલની જન્મશતાબ્દી નિમિત્તે સર્જકવંદના / Navajivan Talks / Navajivan Trust.
961 просмотр · 2 месяца назад
Navajivan Trust
13,8 тыс. подписчиков
961 просмотр · 2 месяца назад
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન ટૉક્સમાં ગુજરાતી સાહિત્યકાર આદરણીય ધીરુબહેન પટેલની જન્મશતાબ્દીની ગૌરવભેર ઉજવણી થઈ. ધીરુબહેન પટેલની સાહિત્યસૃષ્ટિમાંથી વાર્તાકાર, નવલકથાકાર અને રેડિયો, ટેલિવિઝન તેમજ ફિલ્મ માટે પટકથાલેખક ધીરુબહેન પટેલ વિશે સંવાદ થયો. આ નિમિત્તે નવજીવન ટૉક્સમાં વક્તા તરીકે વાર્તાકાર અને નવલકથાકાર કંદર્પ દેસાઈ, વાર્તાાકાર અને કવયિત્રી પારુલ દેસાઈ તેમજ સંશોધક અને પ્રાધ્યાપક દૃષ્ટિ પટેલ ઉપસ્થિત હતા.
ધીરુબહેન પટેલ, ગુજરાતી સાહિત્યનું મૂઠી ઉંચેરું નામ. કથાસાહિત્ય અને બાળસાહિત્યમાં એમનું પ્રદાન ચિરંજીવ છે. ટૂંકીવાર્તા, નવલકથા, નાટકો, કવિતા, પટકથા અને બાળકાવ્યો તેમજ બાળવાર્તાઓ જેવા ક્ષેત્રમાં એમની લેખિની સોળે કળાએ ખીલી હતી. અનુવાદક, સંપાદક અને તંત્રી તરીકેનો એમનો અનુભવ પ્રેરણાદાયી. વર્ષ ૨૦૨૬ એટલે ધીરુબહેન પટેલની જન્મશતાબ્દીનું વર્ષ. સર્જક સદેહે આપણી વચ્ચે નથી પણ એમનો શબ્દ આપણને સૌને અજવાળું આપી રહ્યો છે.
ધીરુબહેન પટેલની વાર્તાઓ વિશે કંદર્પ દેસાઈએ, ધીરુબહેન પટેલની નવલકથાઓ વિશે પારુલ દેસાઈએ અને
ધીરુબહેન પટેલની કથાઓ જે ફિલ્મ, રેડિયો અને ટેલિવિઝન માધ્યમમાં રૂપાંતરીત થઈ એ વિશે દૃષ્ટિ પટેલે રસપ્રદ વક્તવ્ય આપ્યું. ભાવકો સંવાદ થકી વધુ સમૃદ્ધ થયા.
Links:-
1) ચંદ્ર ઊગ્યો આકાશ - • Chandra Ugyo Aakash, Verni Vasulaat - Roma...
2)ચાંદો ના દીઠો - • Chando Na Ditho