USમાં 65 વર્ષના ગુજરાતીની ‘ગોલ્ડ સ્કેમ’માં ધરપકડ કરાઈ
I am Gujarat
0:00 / 0:00
USમાં 65 વર્ષના ગુજરાતીની ‘ગોલ્ડ સ્કેમ’માં ધરપકડ કરાઈ
7 025 просмотров · 17 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
7 025 просмотров · 17 часов назад
ઈલીનોયમાં રહેતા 65 વર્ષના ગુજરાતીની 1.70 લાખ ડોલરના ગોલ્ડ સ્કેમ અથવા બીજા શબ્દોમાં કહીએ તો પાર્સલ કાંડમાં ધરપકડ કરવામાં આવી છે. શૈલેષ પટેલ નામના આ શખસ ઈલીનોયના પ્લેનફિલ્ડના રહેવાસી હોવાનું કોર્ટ રેકોર્ડ્સમાં જણાવવામાં આવ્યું છે. તેના પર જે ચાર્જિસ લગાવાયા છે તેમાં જો તેઓ કોર્ટમાં કસૂરવાર ઠરે તો તેમને 15 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ઈન્ડિયાનામાં આવેલા લાફિએત શહેરમાં પાર્સલ કાંડના ભોગ બનેલા એક વૃદ્ધ પાસેથી 1.76 લાખ ડોલરનું ગોલ્ડ પડાવાયા બાદ લાઈસન્સ પ્લેટના આધારે તાજેતરમાં જ શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે. તેમના પર ચાર ફેલોની ચાર્જિસ લગાવવામાં આવ્યા છે જેમાં એક લાખ ડોલરથી વધુનું ફ્રોડ કરવા ઉપરાંત 50 હજાર ડોલરથી વધુની રકમની ચોરી કરવાના આરોપનો સમાવેશ થાય છે.