ભાગવત એકાદશી નિમિત્તે કિર્તન - પ્રભુ તમે જાશો તો કોને આધારે અમે જીવશું - ઉષ્માબેન(લખેલું નીચે છે)
Nimavat Vasantben
0:00 / 0:00
ભાગવત એકાદશી નિમિત્તે કિર્તન - પ્રભુ તમે જાશો તો કોને આધારે અમે જીવશું - ઉષ્માબેન(લખેલું નીચે છે)
263 972 просмотра · 1 г. назад
Nimavat Vasantben
249 тыс. подписчиков
263 972 просмотра · 1 г. назад
શ્રીમદ્ ભાગવતનો મહિમા છે મોટો
રોજ ગીતાના પાઠ કરજો રે
કૃષ્ણ ભગવાન તો સ્વધામ પધાર્યા
ઓધવજી એ પૂછીયું રે
તમે જાશો તો પ્રભુ આરે કળિયુગમાં
કોના આધારે અમે જીવશું રે?
મારા સ્વરૂપને ભાગવતમાં મેલ્યું
કાયમ ભાગવત ખોલજો રે
શંકર પારવતી ગંગા કિનારે
કાયમ ભાગવત સાંભળે રે
પાર્વતી બોલ્યા ભોળાનાથ અમને
ભાગવતનો મહિમા સમજાવજો રે
ભાગવત ગીતામાં પ્રભુનો વાસ છે
કૃષ્ણ મુખેથી વાણી બોલીયા રે
શંકર પારવ તી વ્રજમાં આવ્યા
વ્રજની રેતીમાં આળોટીયા રે
દેવ મંદિર કે તીરથ રે નથી
કેમ રે રેતીમાં આળોટીયા રે ?
હજાર વરસો પેલા ભાગવતની કથા
આરે ભૂમિ પર થાય છે રે
આરે ભૂમિની તમને કેમ રે ખબરું
એનો જવાબ અમને આપજો રે
શંકર ભગવાન તો એમ જ બોલીયા
યોગ કરીને અમે જોઈયું રે
આરે કળિયુગમાં જપતપ તો થાયે
રામકૃષ્ણ નામ બોલજો રે
ગુરૂપ્રતાપે ભક્તો રે વિનવે
જનમ મરણ સુધારજો રે
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ