જન્માષ્ટમી સ્પેશ્યલ ✨ કીર્તન નીચે લખેલ છે 👇ગોકુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી 👏 સબસ્ક્રાઇબ કરજો
Nayna Dobariya
0:00 / 0:00
જન્માષ્ટમી સ્પેશ્યલ ✨ કીર્તન નીચે લખેલ છે 👇ગોકુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી 👏 સબસ્ક્રાઇબ કરજો
20 252 просмотра · 13 дней назад
Nayna Dobariya
4,46 тыс. подписчиков
20 252 просмотра · 13 дней назад
✨ જો કીર્તન ગમ્યું હોય તો:
👍 Like કરો
💬 Comment માં "જય શ્રી કૃષ્ણ" જરૂર લખો
🔔 Channel ને subscribe કરો
📤 તમારા પરિવાર અને મિત્રો સાથે share કરો
કીર્તન નીચે લખેલું છે
ગોકુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી
વનમાળી વનમાળી પ્રગટ થયા વનમાળી
ભારતભૂમિ નો આવ્યા ભાર ઉતારવા
દેવોની અરજી સ્વીકારી પ્રગટ થયા વનમાળી
મથુરાની જેલમાંથી ગોકુળ પધાર્યા
નંદજીના મહેલમાં દિવાળી પ્રગટ થયા વનમાળી
આસોપાલવ ના તોરણ બંધાવ્યા
રંગોળી પુરી છે રૂપાળી પ્રગટ થયા વન મળી
કંકુ કેસર ના પૂરા છે સાથીયા
ગાયોને દીદી શણગારી પ્રગટ થયા વનમાળી
નાચે ગોવાળિયા નાચે સૌ ગોપીઓ
મલકી રહ્યા છે મોરારી પ્રગટ થયા વનમાળી
અબીલ ગુલાલ સાથે ગોરસના છાંટણા
ઝબલા ટોપીઓ લાવ્યા સારી પ્રગટ થયા વનમાળી
સોનાના પારણિયે ઝૂલે શામળિયો
ઝુલાવે જશોમતી માળી પ્રગટ થયા વનમાળી
વૈકુંઠ ઉતાર્યું વ્રજને આંગણિયે
ગોપીઓ ગઈ છે વારી વારી પ્રગટ થયા વનમાણી
ગોકુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાણી