Перейти к содержимому

લીમખેડામાં સસ્તા અનાજમાં મોટો ગોટાળો? 624ની જગ્યાએ 550 બેગ! 74 બેગ ક્યાં ગઈ? l #dahodlive

Dahod Live

0:00 / 0:00

લીમખેડામાં સસ્તા અનાજમાં મોટો ગોટાળો? 624ની જગ્યાએ 550 બેગ! 74 બેગ ક્યાં ગઈ? l #dahodlive

1 242 просмотра · 11 дней назад
Dahod Live
58,9 тыс. подписчиков
1 242 просмотра · 11 дней назад
લીમખેડામાં સસ્તા અનાજમાં મોટો ગોટાળો?624ની જગ્યાએ 550 બેગ!74 બેગ ક્યાં ગઈ? #dahodlive લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે સરકારી સસ્તા અનાજના વિતરણમાં મોટી ગેરરીતિ સામે આવી હોવાના આક્ષેપો થયા છે. ડિલિવરી ચલણ અને ગેટ પાસમાં ચણાની 624 બેગ દર્શાવવામાં આવી હતી, જ્યારે સ્થળ પર માત્ર 550 બેગ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે કે 74 બેગની ઘટ અંગે સવાલો ઊભા થયા છે. ગાડીમાં રહેલી બાજરી માટે ગેટ પાસ ન હોવાનો પણ આક્ષેપ થયો છે. મામલો સામે આવતા લીમખેડા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સ્થળ પર પહોંચ્યા હતા. તંત્ર દ્વારા ફિઝિકલ જથ્થો અને સિસ્ટમમાં દર્શાવાયેલા જથ્થાનું વેરિફિકેશન કરવાની વાત કરવામાં આવી છે. જો તપાસમાં ગેરરીતિ સાબિત થશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે તંત્રની તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર છે. #DahodLive #Limkheda #DahodNews #GujaratNews #BreakingNews #RationScam #News #DahodRationScam