Перейти к содержимому

સીતારામ નું જોરદાર ભજન|| Vishu Bhakti Vandana Ram bhajan

Visu Bhakti Vandana

0:00 / 0:00

સીતારામ નું જોરદાર ભજન|| Vishu Bhakti Vandana Ram bhajan

1 616 просмотров · 6 дн. назад
Visu Bhakti Vandana
33,2 тыс. подписчиков
1 616 просмотров · 6 дн. назад
સીતારામ નું જોરદાર ભજન|| Vishu Bhakti Vandana Ram bhajan અયોધ્યાથી આવી રામની જાન, જનકરાયને માંડવે રે જાનમાં આવ્યા ભરતને શત્રુઘ્ન જનકરાયને માંડવે રે દશરથરાજા મોંઘેરા મેમાન જનકરાયને માંડવે રે વિશ્વકર્માએ શણગાર્યો માંડવો એની શોભા તણો રે નથી પાર જનકરાયને માંડવે રે રામ પધાર્યા રૂડે માંડવે દેવતા સૌ દર્શને જાય જનકરાયને માંડવે રે સુનૈના તો વરને પોંખવા આવીયા રે શ્રીફળ લોટી ને કંકાવટી રે પોંખે છે રે એ લાડીલો વરરાય જનકરાયને માંડવે રે સીતાજીએ સોળે શણગાર સજીયા રે શિર ઉપર ચૂંદડી સોહાય જનકરાયને માંડવે રે વિશ્વામિત્ર વેદ મંત્ર બોલિયાં રે કન્યા પધરાવો સાવધાન જનકરાયને માંડવે રે ધીમે ડગલે સીતાજી પધારિયા રે લાગે છે જનકરાયને પાય જનકરાયને આંગણે રે જનકરાયે આશીર્વાદ આપીયા રે અખંડ સૌભાગ્યવતી થાવ જનકરાયને માંડવે રે રામને સીતા બેઠા છે માયરે રે રામને સીતા બેઠા છે માયરે રે સતાનંદજી કરે લગન વિધિ જનકરાયને માંડવે રે હરિએતો હથેવાળો મેળવિયો રે દેવતાએ દીધા આશીર્વાદ જનકરાયને માંડવે રે રામ સીતા માયરે થી ઉઠીયા રે લાગે છે ગણપતિને પાય જનકરાયને માંડવે રે રામને સીતા ચોરીયે ચડિયા રે ચોરીના ચાર ફેરા વર્તાય જનકરાયને માંડવે રે પેલું પેલું મંગળિયું વર્તાય રે પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે દાન દેશે જનકરાય મહારાજ રે દાન લેશે દશરથ નો કુંવર રામ રે બીજી બીજું મંગળીયું વર્તાય રે બીજે મંગળ ગાયુંના દાન દેવાય રે દાન દેશે જનકરાય મહારાજ રે દાન લેશે દશરથ નો કુંવર રામ રે ત્રીજું ત્રીજું મંગળિયું રે વર્તાય રે ત્રીજે મંગળ સોના ના દાન દેવાય રે દાન દેશે જનકરાય મહારાજ રે દાન લેશે દશરથ નો કુંવર રામ રે ચોથું ચોથું મંગળિયું વર્તાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે દાન દેશે જનકરાય મહારાજ રે દાન લેશે દશરથ નો કુંવર રામ રે સુનૈનાજી ઘી ના કંસાર પીરસે રે રામ સીતા જમે છે કંસાર જનકરાયને માંડવે રે જનકરાયે જાનુ જમાડીયું રે વિધ વિધના પીરસા પકવાન જનકરાયને માંડવે રે જનકરાયે જાનને વળાવિયું રે આવ્યા છે કાઈ અયોધ્યા મોજાર રે દશરથરાય ને આંગણે રે કૌશલ્ય તો વર પોંખવા આવીયા રે શ્રીફળ લોટીને કંકાવટી રે પોંખે છે લાડીલો વર રામ દશરથરાય ને આંગણે રે સુમિત્રાએ કંકુ કેસર ઘોડિયા રે કોડીએ રામે છે સીતારામ દશરથરાય ને આંગણે રે કૈકૈયીમાં એ મીઠા પકવાન રાંધીયા રે અયોધ્યામાં મીઠાયુ વેચાય દશરથરાય ને આંગણે રે અયોધ્યાથી આવી રામની જાન જનકરાયને આંગણે રે