Перейти к содержимому

રામદેવ વીરમદેવ ઉભા વડલા હેથ જો | Ramdevpir Bhajan | Ramapir Kirtan Gujarati | Hansaben Poriya

હંસાબેન પોરિયા

0:00 / 0:00

રામદેવ વીરમદેવ ઉભા વડલા હેથ જો | Ramdevpir Bhajan | Ramapir Kirtan Gujarati | Hansaben Poriya

10 793 просмотра · 4 дня назад
હંસાબેન પોરિયા
34,2 тыс. подписчиков
10 793 просмотра · 4 дня назад
ramdev viramdev ubha vadla heth jo, eevo vadlo re varso re sacha motide 🙏 જય રામદેવપીર 🙏 રામદેવ વીરમદેવ ઉભા વડલા હેથ જો — રામદેવપીરની લીલા અને પોકરણ શહેરના પ્રસંગનું વર્ણન કરતું સુંદર ગુજરાતી ભજન. આ ભજનમાં રામદેવ વીરમદેવ વડલા નીચે ઊભા છે, જ્યાં વડલો સાચા મોતીડે વરસે છે. ત્યારબાદ રામદેવજી પનિહારી, ગોવાળ અને રાજાના પ્રધાનને પોકરણ શહેરનો માર્ગ પૂછે છે. ભક્તિભાવથી ભરેલું આ લોકભજન રામદેવપીરની મહિમા દર્શાવે છે. 🎶 ભજન ગમે તો Like 👍, Share અને Hansaben Poriya ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. 🔔 નવા ગુજરાતી ભજન, રામદેવપીર કીર્તન અને ભક્તિ ગીતો માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ━━━━━━━━━━━━━━━━━━ 🎵 ભજનના શબ્દો: ━━━━━━━━━━━━━━━━━━ રામદેવ વીરમદેવ ઉભા વડલા હેથ જો...... હે એવો વડલો રે વરસો રે સાચા મોતીડે... ત્યાં થી તે રામદેવે ગડ ગડ મેલી દોટ જો..... હે એવા આવી ને ઉભા રે કુવા ને કાઠડે.... પાદર ની પનિહારી તું છો મારી બેન રે.... હે એવો મારગડો બતાવ રે પોકરણ શહેર નો.... ડાબો મારગ વીરા દુવારકા મા જાય જો.... હે એવો જમણો રે મારગડો પોકરણ શહેર નો.... રામદેવ વીરમદેવ ઉભા વડલા હેથ જો.... હે એવો વડલો રે વરસ્યો રે સાચા મોતીડે.... ત્યાં થી તે રામદેવે ગડ ગડ મેલી દોટ જો.... હે એવા આવી ને ઉભા રે ગાયું ના ગોંદરે.... ગાયુ ના ગોવાળ તું છો મારો વીર જો.... હે એવો મારગડો બતાવ રે પોકરણ શહેર નો.... ડાબો મારગ વીરા દુવારકા મા જાય જો.. હે એવો જમણો રે મારગડો પોકરણ શહેર નો... ત્યાં થી તે રામદેવે ગડ ગડ મેલી દોટ જો..... હે એવા આવીને ઊભા રે રાજા ના મહેલમાં.. રાજા ના પ્રધાન તુ છો મારો વીર જો.... હે એવા કયાં રે નગર ને કોણ છે રાજીયો.... ઘોડા ના ખેલ નાર કવ છું મારા વીર જો.... હે એવા પોકરણ શહેર ને અજમલ રાજયા... રામદેવ વીરમદેવ ઉભા વડલા હેથ જો.... હે એવો વડલો રે વરસ્યો રે સાચા મોતીડે ━━━━━━━━━━━━━━━━━━ 🙏 જય રામાપીર 🙏 🙏 જય રામદેવપીર 🙏 #રામદેવપીર #રામાપીર #રામદેવવીરમદેવ #ગુજરાતીભજન #ગુજરાતીકીર્તન #RamdevpirBhajan #RamapirBhajan #GujaratiBhajan #HansabenPoriya #hansaben #satsang #bhajan #kirtan #devotional #bhakti #dhun #ramapir #ramadhani #ramdev #ramdevpir