પાંચ રિપબ્લિકન સ્ટેટ્સ વધારી શકે છે ટ્રમ્પનું ટેન્શન
I am Gujarat
0:00 / 0:00
પાંચ રિપબ્લિકન સ્ટેટ્સ વધારી શકે છે ટ્રમ્પનું ટેન્શન
6 400 просмотров · 10 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
6 400 просмотров · 10 часов назад
2024ની ચૂંટણીમાં ટ્રમ્પે સપાટો બોલાવ્યા બાદ હવે મિડટર્મ ઈલેક્શનમાં પાંચ રિપબ્લિકન સ્ટેટ્સમાં સેનેટની બેઠકો માટે થનારી ચૂંટણીમાં ડેમોક્રેટ્સ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. જો આ પાંચેય બેઠકો પર ડેમોક્રેટ્સનો વિજય થાય તો સેનેટમાં રિપબ્લિકન્સ લઘુમતીમાં આવી જાય તેમ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ/સિએના પોલ્સના જણાવ્યા અનુસાર ટેક્સસ, અલાસ્કા, ઓહાયો, આયોવા અને કેન્સાસમાં સેનેટની રેસમાં ડેમોક્રેટ્સ આગળ ચાલી રહ્યા અથવા તો રિપબ્લિકન્સને બરાબરની ટક્કર આપી રહ્યા છે. આ પાંચેય સ્ટેટ્સ રિપબ્લિકન પાર્ટીના ગઢ છે, જેમાં ટેક્સસ અને અલાસ્કામાં જો પોલમાં વ્યક્ત કરાયેલા અંદાજા અનુસાર પરિણામ આવે તો તે ચમત્કારથી કમ નહીં હોય. તો બીજી તરફ, છેલ્લા કેટલાક વર્ષોથી રેડ સ્ટેટ બની ગયેલા ઓહાયોમાં ડેમોક્રેટિક ઉમેદવાર બ્રાઉન અને રિપબ્લિકન કેન્ડિડેટ હસ્ટેડ વચ્ચેની રેસમાં બંને ઉમેદવારો વચ્ચે સાઈઝેબલ માર્જિન જોવા મળ્યું છે. હાલ આયોવામાં રિપબ્લિકન ઉમેદવાર હિન્સન પોતાના પ્રતિસ્પર્ધી ટ્યૂરેકથી એક પોઈન્ટ આગળ ચાલી રહ્યા છે. છેક 1932થી ડેમોક્રેટિક સેનેટરને વોટ ના આપનારા ્સાસમાં ડેમોક્રેટિક ઉમેદવાર હેમિલ્ટન અને રિપબ્લિકન કેન્ડિડેટ માર્શલ વચ્ચે નેક ટુ નેક સ્પર્ધા ચાલી રહી છે.