રાધા કૃષ્ણની સગાઈનું કિર્તન (લખેલું છે) | Radha Krishna na sagai nu kirtan | Satsang | વ્રજ ધામ
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
0:00 / 0:00
રાધા કૃષ્ણની સગાઈનું કિર્તન (લખેલું છે) | Radha Krishna na sagai nu kirtan | Satsang | વ્રજ ધામ
90 179 просмотров · 2 года назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
90 179 просмотров · 2 года назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
રાધા કૃષ્ણની સગાઈનું કિર્તન
==================
સખી વ્રજમાં ગોકુળ એક ગામ મોરલી વાગે છે
ત્યાં રહે છે નંદરાય મોરલી વાગે છે
નંદબાબા ધેનુ ચારવાને જાય મોરલી વાગે છે
ઘેર જશોદા માતા મુંજાય મોરલી વાગે છે
ધેનું ચારીને નંદ આવ્યા ઘેર મોરલી વાગે છે
જશોદા તમારા મન કેમ ઉદાસ મોરલી વાગે છે
આપણો કાનો મોટો થાય મોરલી વાગે છે
જશોદા એમાં તે શું મુંજાવ મોરલી વાગે છે
રૂડું બરસાના એક ગામ મોરલી વાગે છે
તેમાં રહે છે ભકુભાણ મોરલી વાગે છે
એની કુંવરી રાધાજી હોય મોરલી વાગે છે
ત્યાં કાનાનું માગુ લઈ ને જાવ મોરલી વાગે છે
જશોદા હાલ્યા બારસાના ગામ મોરલી વાગે છે
ભાભી ક્યાં ગયાં છે મારાં વીર મોરલી વાગે છે
નંણંદ નું શું છે તારે કામ મોરલી વાગે છે
હું તો આવી રાધાનું માગુ લઈ મોરલી વાગે છે
તારો કાનો તે કાળો કાળો હોય મોરલી વાગે છે
મારી રાધા રૂપાળી હોય મોરલી વાગે છે
તારો કાનો ગાયુનો ગોવાળ મોરલી વાગે છે
તારો કાનો ભરવાડનો ભાણેજ મોરલી વાગે છે
હું તો નઈ કરું રાધાની સગાઈ મોરલી વાગે છે
ધેનુ ચારીને કાન આવ્યા ઘેર મોરલી વાગે છે
જશોદા આવ્યા છે ગોકુળ ગામ મોરલી વાગે છે
માતા કેમ તમારા મન મુંજાય મોરલી વાગે છે
તારી સગાઈના માગા પાછા જાય મોરલી વાગે છે
માતા એમાં તે શું રે મુંજાવ મોરલી વાગે છે
આપડા આહીર માં ક્યા છે તાણ મોરલી વાગે છે
ત્યાં રાધાજી માંદા થાય મોરલી વાગે છે
આંખુ બારસાના ગામ મુંજાય મોરલી વાગે છે
એને તેડાવ્યા મોટા વૈદ મોરલી વાગે છે
તોય રાધાજી સાજા નવ થાય મોરલી વાગે છે
ભાકુભાણ મનમાં મુંજાય મોરલી વાગે છે
ભાકુભાણ આવ્યા ગોકુળગામ મોરલી વાગે છે
ધેનુ ચારીને આવ્યા કાન મોરલી વાગે છે
તમારો કાનો જાણે છે કાંઈક મોરલી વાગે છે
કાનો મનમાં ને મનમાં મલકાય મોરલી વાગે છે
કાનો આવ્યો બરસાના ગામ મોરલી વાગે છે
રાધાના કાનમાં કરી એક વાત મોરલી વાગે છે
ત્યાંતો રાધાજી બેઠા થાય મોરલી વાગે છે
ભાકુભાણ તો મનમાં હરખાય મોરલી વાગે છે
તારા કાનાને આપી મારી રાધા મોરલી વાગે છે
જે કોઈ રાધાજી સગાઈ ગાય મોરલી વાગે છે
એનો વાસ તે વ્રજમાં થાય મોરલી વાગે છે
સખી વ્રજમાં એક ગોકુળ ગામ મોરલી વાગે છે
#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama