Перейти к содержимому

યાત્રા ધામ ની રેલગાડી - વસંત બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

Nimavat Vasantben

0:00 / 0:00

યાત્રા ધામ ની રેલગાડી - વસંત બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

178 914 просмотров · 3 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
178 914 просмотров · 3 года назад
રેલગાડી આવી ભક્તો ને મન ભાવી જુઓ ને મારી બેની આ રેલગાડી આવી રેલમાં ભર્યા દાણા આવ્યા તીરથ ના ટાણાં રેલ ઉભી તીરથ ધામ મારે કરવા તીરથ ધામ જુઓ ને મારી બેની આ રેલગાડી આવી... ત્યાં થી આવી કેદારનાથ શંભુ એ પકડ્યો હાથ જુઓને મારી બેની આ રેલગાડી આવી... ત્યાં થી રેલ ઉપડી સીધી અવધ ઉતરી જુઓને મારી બેની આ રેલગાડી આવી... સરયૂ ના નીર માં નાયા રામ ચરણે મન લાગ્યા જુઓને મારી બેની આ રેલગાડી આવી... જાવું છે અમરનાથ પ્રભુ એ દીધો સાથ જુઓને મારી બેની આ રેલગાડી આવી... ત્યાં થી આવ્યા હરિદ્વાર અંતર ના ઉઘડ્યા દ્વાર જુઓને મારી બેની આ રેલગાડી આવી... આવ્યા છે ગંગા તીર મારું મન થયું છે સ્થિર જુઓને મારી બેની આ રેલગાડી આવી... ત્યાં થી આવ્યા છે કાશી મારી મટી ચોર્યાશી ની ફાંસી જુઓને મારી બેની આ રેલગાડી આવી... આવ્યા છે અમરનાથ જીવને કોઈ નો નહિ સંગાથ જુઓને મારી બેની આ રેલગાડી આવી... રેલમાં બેઠા છે ભક્તો લીધો ગોકુળ નો રસ્તો જુઓને મારી બેની આ રેલગાડી આવી... આવ્યા ઠકરાણી ઘાટ મારો ઉતરી ગયો થાક જુઓને મારી બેની આ રેલગાડી આવી... ત્યાં થી આવ્યા યમુના તીર મારી બુદ્ધિ કરી સ્થિર જુઓને મારી બેની આ રેલગાડી આવી... રેલમાં બેઠા છે ભક્તો એની હારે સંતો ભક્તો જુઓને મારી બેની આ રેલગાડી આવી... ત્યાં થી ગયા ગયાજી મારા પિતૃ થયા રાજી જુઓને મારી બેની આ રેલગાડી આવી... ગયા તા ચારે ધામ મારે સાધુ જમાડવાની હામ જુઓને મારી બેની આ રેલગાડી આવી... તીરથ થી આવ્યા ઘેર હવે થયા લીલાલેર જુઓને મારી બેની આ રેલગાડી આવી... જે તીરથ કરવા જાશે એના પિતૃ મોક્ષ જાશે જુઓને મારી બેની આ રેલગાડી આવી... એના પિતૃ નો મોક્ષ થાશે આ રેલગાડી આવી.... #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ