Перейти к содержимому

#માંડવીમાં નર્મદા કેનાલનો પાણી પ્રશ્ન ફરી ગરમાયો : ૬ ગામના ૪૦૦ ખેડૂતો મેદાને ઉતર્યા...

KUTCH KANOON AND CRIME NEWS

0:00 / 0:00

#માંડવીમાં નર્મદા કેનાલનો પાણી પ્રશ્ન ફરી ગરમાયો : ૬ ગામના ૪૦૦ ખેડૂતો મેદાને ઉતર્યા...

3 751 просмотр · 2 недели назад
KUTCH KANOON AND CRIME NEWS
38,9 тыс. подписчиков
3 751 просмотр · 2 недели назад
#માંડવી તાલુકાના નર્મદા કેનાલમાં અનિયમિત પાણીથી ખેડૂતો પરેશાન... ૬ ગામના ૪૦૦ ખેડૂતો ૩૨૦ કેનાલ ગેટ પર એકઠા થયા... #પાણી અચાનક બંધ કરી દેતાં ૨૫થી ૩૦ ખેડૂતોની મોટરો બળી ગઈ હોવાનો આક્ષેપ... ખેડૂતોને મોટું નુકસાન થયું... #નિયમિત પાણી આપવા અને ગેટ-પેકેજ પ્રમાણે પાણીની ભરતી કરી આગળ વધારવાની ખેડૂતોની માંગ છે... #પિયાવા, કોડાય, મસ્કા, બાગ, નાગલપુર અને પીપરી સહિતના ગામોના અંદાજે ૪૦૦ જેટલા ખેડૂતો ૩૨૦ કેનાલ ગેટ પર એકત્ર થયા હતા. કેનાલમાં અનિયમિત રીતે પાણી મળતું હોવાના મુદ્દે ખેડૂતોએ રોષ વ્યક્ત કરી તંત્ર સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ, ગત તારીખ 3 સપ્ટેમ્બરની રાત્રે કોઈપણ ગેટ ઓપરેટરને જાણ કર્યા વગર ઉપરથી પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે કેનાલમાં પાણી અચાનક બંધ થતાં અંદાજે ૨૫થી ૩૦ ખેડૂતોની મોટરો બળી ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે હવે કેનાલમાં નિયમિત અને વ્યવસ્થિત રીતે પાણી આપવામાં આવે. તેમજ દરેક ગેટના પેકેજ પ્રમાણે આશરે એકથી દોઢ મીટર પાણીની ભરતી કરી ત્યારબાદ પાણી આગળના ગેટ તરફ મોકલવામાં આવે, જેથી પાણીની સપ્લાય વ્યવસ્થિત રહે અને મોટરોને નુકસાન થવાની સ્થિતિ ઊભી ન થાય. ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે તેઓ ભારે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે કેનાલ નિગમ તેમજ રાજકીય આગેવાનો અને અધિકારીઓ ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી લઈ યોગ્ય સહકાર આપે અને નિયમિત પાણીની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોની રજૂઆત બાદ કેનાલ તંત્ર દ્વારા પાણી વિતરણ અંગે શું નિર્ણય લેવામાં આવે છે. #અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા અને દિનેશ રાબડીયા માંડવી દ્વારા... #youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines #Social #media #gujratnews #Breakingnews #dailynews #dailynewsupdate #dailynewstelevision #mundranews #bhujnews #abadasanews #nakhtrananews #anjarnews #bhachaunews #gandhidhamnews #raparnews #mandvinews #samachar #kkccrimenews #kutchkanoonandcrime #kkcnews #kkc crime news #kutchnews_channel #kutch_news_today #kutch_news live #kutch_breaking_news #gandhidham_news #bhuj_news #mundra_news #mandvi_news #anjar_news #nakhtrana_news #abadasa_news #bhachau_news #rapar_news #kutch_gujarat_news #kutch_samachar #breaking_news #daily_news_update #today_news_headlines #latest_news #crime_news #political_news #social_media_news #accident_news #local news_update #gujarati_news #gujarati_samachar #gujarat_news #kutch_gujarati_news #gujarati_breaking_news #gujarat_latest_news news_channel #youtube_news #trending_news #viral_news #top_news today #news_update_live