મારા પ્રભુજીએ પાવડા ઉપાડ્યા રે 👇નીચે લખેલું છે | મારું પાંચ વિઘાનું ખેતર છે | ગુજરાતી ભજન #bhajan
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
મારા પ્રભુજીએ પાવડા ઉપાડ્યા રે 👇નીચે લખેલું છે | મારું પાંચ વિઘાનું ખેતર છે | ગુજરાતી ભજન #bhajan
1 375 просмотров · 18 ч назад
Jalaram bhajan mandal Himatnagar
134 тыс. подписчиков
1 375 просмотров · 18 ч назад
મારા પ્રભુજીએ પાવડા ઉપાડ્યા રે 👇નીચે લખેલું છે | મારું પાંચ વિઘાનું ખેતર છે | ગુજરાતી ભજન #bhajan
આવો સાંભળીએ એક સુંદર અને ભક્તિભાવથી ભરપૂર ગુજરાતી ભજન – મારા પ્રભુજીએ પાવડા ઉપાડ્યા રે. 🙏
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ ભજનમાં પ્રભુજીના અનોખા સ્વરૂપ અને ભક્તિભાવનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. પ્રભુ ખેતરમાં કામ કરવા લાગ્યા છે, ગામડાની સંસ્કૃતિ, પ્રભુજીની લીલા અને ભક્તિનો અનોખો સંગમ આ ભજનને વધુ સુંદર બનાવે છે.
જો તમને આ ભજન ગમે તો Like 👍 કરો, Share કરો અને અમારી YouTube ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં.
• જીવરામ પટેલીયા રે | સમજવા જેવું છે આખું સા...
તમારા પરિવાર અને મિત્રો સાથે આ સુંદર ભજન જરૂર શેર કરજો.
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
મારું પાંચ વિઘાનું ખેતર છે
મને ખેતી કરતા આવડે નહી
મારું પાંચ વિઘાનું ખેતર છે
મ્હેર કરીને મેહુલિયો વરસીયો
આ વરસ્યો મુશળધાર રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
ખેડૂત કણકો વાવવાને ચાલીયા
હું મનમાં બહુ મુંઝાણી રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
હાથ જોડીને મેં તો પ્રભુને સમરીયા
મારા હરિએ હળ ઉપાડ્યા રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ કૃષ્ણજીએ ક્યારા કરિયા
મારા પ્રભુજીએ પાવડા ઉપાડ્યા રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ દાતરડું લઈને દામોદર આવ્યા
આ નારાયણ નીંદવા બેઠા રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ વાઢવા તો વિઠ્ઠલ બેઠા
આ ગોવિંદ ગાંસડી બાંધે રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ રખોલીયે તો રણછોડ આવ્યા
આ ચત્રભુજ ચકલાં ઉડાડે રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ હલર લઈને હરજી આવીયા
આ પુરુષોત્તમ પાથરા ઉપાડે રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ ઓધવજી તો ઓરવાને લાગ્યા
આ છબીલો છબલા ઉપાડે રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ સૂયો ને સૂતળી શામળિયાએ રાખીયા
આ કરસન કોથળા ભરે રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ ગાડું લઈને ગોપાલ આવીયા
આ ઘનશ્યામ ઘરે લાવ્યા રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ કહો ને માલિક ક્યાં ઉતારું
આ ખેતરની ઉપજ આવી રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ દશમો ભાગ અન્નક્ષેત્રમાં દેજો
આ વધીયો તે ઘરમાં રાખજો રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ માગણ આવે એને સૂપડે આપશું
એથી વધે તો ઘંટીમાં દળશું
આ લોટિયાને લોટ આપશું રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ આંગણે આવશે એને જમાડશું
એથી વધે તો કીડિયારું પુરશું
આ વધે એના કોથળા ભરશું રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
આ ધર્મને માર્ગે અમે રે હાલશું
પ્રભુએ લાજ મારી રાખી રે
મારું પાંચ વિઘાનું ખેતર છે
મારું પાંચ વિઘાનું ખેતર છે
maru panch vighanu khetar chhe
ગુજરાતી ભજન
નવા ગુજરાતી ભજન
પ્રભુજીના ભજન
કૃષ્ણ ભજન
ભક્તિ ગીત
ગુજરાતી ભક્તિ ગીત
પ્રભુજીની લીલા
સુંદર ગુજરાતી ભજન
ગુજરાતી લોકભજન
ભજન કીર્તન
ધાર્મિક ગીત
ભક્તિ સંગીત
Gujarati Bhajan
Gujarati Devotional Song
New Gujarati Bhajan
Krishna Bhajan
Prabhuji Bhajan
Gujarati Bhakti Geet
Latest Gujarati Bhajan
Gujarati Folk Bhajan
Village Bhajan
Gujarati Religious Song
Devotional Songs
Bhakti Song 2026
#ગુજરાતીભજન #નવુભજન #પ્રભુજી #કૃષ્ણભજન #ભક્તિગીત #ગુજરાતીભક્તિ #ભજનકીર્તન #પ્રભુજીનીલીલા #ગુજરાતીલોકગીત#jalarambhajanmandalhimatnagar #gujaratisong #gujaratibhajan