ક્યારે આવે નંદજી નો લાલ માખણ ખાવાને | Kyare Aave Nandji No Lal | Superhit Krishna Bhajan
હરિનામ કીર્તન મંજુલાબા ચૌહાણ
0:00 / 0:00
ક્યારે આવે નંદજી નો લાલ માખણ ખાવાને | Kyare Aave Nandji No Lal | Superhit Krishna Bhajan
424 просмотра · 8 дн. назад
હરિનામ કીર્તન મંજુલાબા ચૌહાણ
325 подписчиков
424 просмотра · 8 дн. назад
જય શ્રી કૃષ્ણ! 🙏
આજે સાંભળો મનમોહક કૃષ્ણ ભક્તિ ભજન "ક્યારે આવે નંદજી નો લાલ માખણ ખાવાને - માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા". ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા અને ભક્તિભાવથી ભરપૂર આ ભજન તમારા દિવસને શાંતિ અને આનંદથી ભરી દેશે.
જો તમને આ ભજન પસંદ આવે તો વિડિયોને Like કરજો, Share કરજો અને નવીન ભજનો માટે ચેનલને Subscribe જરૂરથી કરજો.
🎵 Bhajan Lyrics / ભજનના શબ્દો:
ક્યારે આવે નંદજી નો લાલ માખણ ખાવાને
ક્યારે આવે જશોદાનો લાલ માખણ ખાવાને
માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા... ક્યારે આવે...
માખણ મિસરી હાથમાં લઈને
ઉભી મંદિરીયે વાટલડી જોઈને... ક્યારે આવે...
માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા... ક્યારે આવે...
જરકસી જામા હાથમાં લઈને ઉભી મંદિરીયે વાટલડી જોઈને
ક્યારે આવે નંદજી નો લાલ વાઘા પહેરવાને
માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા... ક્યારે આવે...
માથે છે મુગટ કાનોમાં કુંડળ ઉભી મંદિરીયે વાટલડી જોઈને
ક્યારે આવે જશોદાનો લાલ મોરપીંછ પહેરવાને
માખણ ના ખોબા ખોબા કાનુડો તોબા તોબા... ક્યારે આવે...
નાનકડી વાંસળી હાથમાં લઈને ઊભી મંદિરીયે વાટલડી જોઈને
ક્યારે આવે જશોદાનો લાલ વાંસળી વગાડવાને
માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા... ક્યારે આવે...
નાનકડી ગોપીઓ ભેગી મળીને ઉભી મંદિરીયે વાટલડી જોઈને
ક્યારે આવે જશોદાનો લાલ રાસ રમાડવાને
માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા... ક્યારે આવે...
શ્યામ મંડળ ભેગા મળી ભજનીયા ગાતા
ભેગા મળીને સત્સંગ કરતા
ક્યારે આવે જશોદાનો લાલ દર્શન દેવાને
માખણના ખોબા ખોબા કાનુડો તોબા તોબા... ક્યારે આવે...
--------------------------------------------------
🔔 Channel Subscribe karo ane bell icon dabavo jethi navi updates malti rahe.
👍 Like | 💬 Comment | ↗️ Share
#KrishnaBhajan #GujaratiBhajan #KyareAaveNandjiNoLal #Kanudo #BhaktiSangeet
--------------------------------------------------