(કિર્તન લખેલું છે)🌹વિક્ટોરિયા માં દયાબેન ને ઘરે સત્સંગ નાં કડતાલ ની રમઝટ બોલાવતી અમારા ગોપી મંડળ🌹🙏🙏🙏
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
0:00 / 0:00
(કિર્તન લખેલું છે)🌹વિક્ટોરિયા માં દયાબેન ને ઘરે સત્સંગ નાં કડતાલ ની રમઝટ બોલાવતી અમારા ગોપી મંડળ🌹🙏🙏🙏
1 895 просмотров · 1 г. назад
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
10,8 тыс. подписчиков
1 895 просмотров · 1 г. назад
(૧) 🪷શ્રીનાથજી સે બાવા અમારા
ચરણ સેવુ હું તમારા રે શ્રીનાથજી સે બાવા અમારા🪷
🪷એક ઊંચી તે ભુજાધારી છે
તેની ખબર મુજને પડી રે શ્રીનાથજી સે બાવા અમારા🪷
🪷ગુરુ ગોવિંદે હાથ ઝાલ્યો મારો
અષ્ટાક્ષર મંત્ર આપ્યો રે શ્રીનાથજી સે બાવા અમારા 🪷
🪷તમે મથુરા નગરીમાં અવતરિયા
તમે ગોકુળમાં જય વસ્યા રે શ્રીનાથજી સે બાવા અમારા🪷
🪷તમે દેવકીજીને ઓદર વસ્યા રે
માતા જશોદા ના દુધડા પીધા રે શ્રીનાથજી સે બાવા અમારા🪷
🪷તમે ગીરી ગોવર્ધન તોળયો રે
તમે ઇન્દ્ નો ગર્વ ઉતાર્યો રે શ્રીનાથજી સે બાવા અમારા 🪷
🪷તમે નિત નીત બાળો રાજા છો
તમે લાગો છો મનમોહન પ્યારા રે શ્રીનાથજી સે બાવા અમારા 🪷
🪷તમે કાલે તે નાગને નાથ્યો છે
તમે નાગણીઓને દર્શન દીધા રે શ્રીનાથજી સે બાવા અમારા 🪷
🪷તમે વનમાં તે મોરલી વગાડી છે
તમે સુર થી ગાયો બોલાવી રે શ્રીનાથજી સે બાવા અમારા 🪷
🪷તમે વનમાં તે રાસ રમાડયા છે
તમે એક ગોપી એક કાન રે શ્રીનાથજી સે બાવા અમારા 🪷
🪷તમે દર્શન માટે મને બોલાવી છે
વાલા દર્શન દિયો વારી વારી રે શ્રીનાથજી સે બાવા અમારા 🪷
🪷તમે વનરાતે વનના વાસી છો
હું છું તમારા શરણની દાસી રે શ્રીનાથજી સે બાવા અમારા 🪷
🪷સુરદાસ કહે હું વનરાવન રહું
દાસ થઈ હરિગુણ ગાવુ રે શ્રીનાથજી સે બાવા અમારા 🪷
🪷ગોપી મંડળ કરે વિનંતી રે
વાલા દેજો વ્રજમાં વાસ રે શ્રીનાથજી સે બાવા અમારા 🪷
(૨)
🌹જાય સુભદ્રા સાસરે કાનો શિખામણ આપે જો
જાવ બેની સાસરે શિખામણ સાચી આપુ જો🌹
🌹વેહેલા પરોઢીયે ઉઠીને જો ખમકારો નો કરીએ જો
ખમકારો કરીએ તો બેની ધરતીને દુઃખ થાય જો જાય સુભદ્રા સાસરે...🌹
🌹હરિએ ફરીએ ચતુરાઈ કરીએ રાંધતા નો ચાખીયે જો
રાંધતા ચાખીયે તો બેની અન્ન દેવદેવ ને દુખ થાય જો જાય સુભદ્ર સાસરે...🌹
🌹સાસુ સસરા જમાડીને પછી આપણે જમીએ જો
પેલા રે જમીએ તો બેની ઘરમાં ઝઘડા થાય જો જાય સુભદ્રા સાસરે...🌹
🌹સસરા જેઠ બેઠા હોય તો આડા નો ઉતરીએ જો
આડા રે ઉતરીએ બેની વીર ને ઠબકો આપે જો જય સુભદ્રા સાસરે...🌹
🌹દેર સાથે હરીએ ફરીએ હાથ તાળી નો દઈએ જો
હાથતાળી દઈએ તો બેની જગમાં વાતું થાય જો જાય સુભદ્રા સાસરે...🌹
🌹દેરાણી જેઠાણી ને હેતના હોય તો મનની વાત ન કરીએ જો
મનની વાત કરીએ તો બેની કુવે વાતો થાય જો જય સુભદ્રા સાસરે...🌹
ભાડભવાયt ઢીંગલ વાજા જોવા બેની ના જાયે જો
🌹જોવા રે જઈએ તો બેની પિયર હલકું થાય જો જય સુભદ્ર સાસરે...🌹
🌹ખુલેમોઢે ખૂલે અંબોડે ફરિયામાં નો જાયે જો
ફરિયામાં જાયે તો બેની પરઘર વાતું થાય જો જય સુભદ્રા સાસરે...🌹
🌹આગળ ચાલે નાની નણંદ પાછળ પગલા ભરીએ જો
આગળ ચાલે તો બેની જાણે અજાણા થાય જો જય સુભદ્રા સાસરે... 🌹
🌹ગામમાં સાસરિયું ગામમાં પિયરિયું વગર તેડા નો જાયે જો
વગર તેડા જાયે તો બેની હાથે હળવા થાય જો જાય સુભદ્રા સાસરે...🌹