Chintan Katha 0312 | Gunatitanand Swami Vato, P1 | 11 Oct. 2026 | Pujyapad Mahant Swami || Rajkot
Chintan Katha
0:00 / 0:00
Chintan Katha 0312 | Gunatitanand Swami Vato, P1 | 11 Oct. 2026 | Pujyapad Mahant Swami || Rajkot
1 514 просмотров · Трансляция закончилась 1 день назад
Chintan Katha
7,18 тыс. подписчиков
1 514 просмотров · Трансляция закончилась 1 день назад
Date : 11/10/2026
કથા સ્થળ : રાજકોટ ગુરુકુળ
ગુણાતીતાનંદ સ્વામીની વાતો
પ્રકરણ : 1 | વાત: 186
Title : કૃપા અને રાજીપાનો તફાવત
• ભગવાન બધા ઉપર સરખી કૃપા કરે છે, આના ઉપર કરવી અને આના ઉપર ન કરવી એવો હિસાબ રાખતા નથી
• સત્સંગ કૃપાથી મળે છે પુણ્યના આધારે નથી મળતો
• ભગવાન કૃપા કરે એટલે એ વ્યક્તિ આદર્શ જ હોય એવું ન હોય
• ભગવાન કોઈના ઉપર કૃપા કરે એટલે એની સાથે મિત્રતા કરી જ લેવી એવું ન હોય કૃપાનો સદુપયોગ કરતા હોય એની સાથે મિત્રતા કરવી
• ભગવાનની કૃપા પ્રાસંગિક હોય છે કોઈને દર્શન આપે, પ્રસાદ આપે, પ્રસાદીની વસ્તુ આપે, હાથ મૂકે...
• રાજીપો જીવનથી અને સાધનાથી થાય છે
• ભગવાનની અનુભૂતિ થઈ હોય તો જીવનમાં પરિવર્તન આવવું જોઈએ, કૃપાથી દર્શન આપ્યા હોય તો પણ ઘણીવાર જીવનમાં ફેરફાર થયો હોતો નથી
• ઘણીવાર મોટા પુરુષોની આજુબાજુ પણ કૃપા લેવા માટે ખોટા માણસો ગોઠવાઈ ગયા હોય છે એનાથી સાવધાન રહેવું
• સેવાની જવાબદારી છે એ રાજી કરવાનું મોટામાં મોટું સાધન થઈ શકે છે
• ભગવાનની કૃપાનું મહત્વ સમજતા નથી એટલે કૃપા થયા પછી પણ દુર્ભાગી રહી જાય છે
• ભગવાનની કૃપા અને ભગવાનનો રાજીપો એ બંને અલગ અલગ છે
• ભગવાને કૃપા કરી હોય અને પછી એને સંભાળી રાખે એટલે કે સાધના કરે અને જાગૃતિ રાખે તો એ રોલ મોડલ બનવા યોગ્ય છે
• ભગવાન કે મોટા પુરુષોએે કૃપા કરી હોય પછી પણ કર્તવ્ય બાકી રહે છે
• તુલસીદાસજીએ ભગવાનને કહ્યું કે મારા અંતર શત્રુ શમી જાય તો તમે મારા ઉપર રાજી છો એવું માનું
• કાર્યનો રાજીપો ટેમ્પરરી છે જ્યારે જીવનમાં સાધનાનો રાજીપો એ લાઈફ ટાઈમ છે
• રામ ભગવાને લક્ષ્મણજીની હાજરીમાં હનુમાનજીના વખાણ કર્યા તો લક્ષ્મણજી ને અવળું ન પડ્યું અને હનુમાનજી એવું સમજ્યા કે આ તો વખાણ કરવાની રીત છે હું એવો છું કે નહીં એ મારે જોવું જોઈએ
• ભગવાનના આશરે કરીને જેવી સિદ્ધિ થાય છે એવી ધર્મે કરીને થતી નથી
• ગમે તેવી પરિસ્થિતિમાં સવળું લે તો એ રાજીપાની નિશાની છે
• ભગવાન દર્શન આપે એ અલગ વસ્તુ છે અને ભગવાનની અનુભૂતિ એ અલગ વસ્તુ છે
• શરણાગત થયા પછી પણ એને સાધના કરવાની બાકી રહે છે