Перейти к содержимому

EP - 128 / હિંદ સ્વરાજ / Minal Dave / Navajivan Talks / Navajivan Trust

Navajivan Trust

0:00 / 0:00

EP - 128 / હિંદ સ્વરાજ / Minal Dave / Navajivan Talks / Navajivan Trust

1 157 просмотров · 10 ч назад
Navajivan Trust
14 тыс. подписчиков
1 157 просмотров · 10 ч назад
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન ટૉક્સમાં વક્તા તરીકે જાણીતા વાર્તાકાર, અનુવાદક અને વિવેચક મીનલ દવે પધાર્યાં હતા. મહાત્મા ગાંધીજી લિખિત પ્રથમ પુસ્તક હિંદ સ્વરાજ વિશે મીનલ દવેએ રસપ્રદ વક્તવ્ય આપ્યું. મહાત્મા ગાંધીજીના વિચારોનું બીજરૂપ પુસ્તક ‘હિંદ સ્વરાજ’. લગભગ ૧૧૭ વર્ષ જૂનું આ પુસ્તક અને આ પુસ્તકમાં વ્યક્ત થયેલા ગાંધીવિચારો આજે પણ પ્રસ્તુત છે, ખાસ તો સુધારો અને સ્વરાજના સંદર્ભમાં. આ પુસ્તકના દરેક મુદ્દાઓ, ગાંધીજીના વિચારો, ગાંધીજીની યાત્રા, એ સમયની સાંપ્રત સ્થિતિ પરિસ્થિતિ વિશે આદરણીય મીનલ દવેએ પોતાની રસાળ શૈલીમાં વાત કરી. નવી પેઢી માટે જાણે આ પુસ્તક સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરી આપ્યો. વર્ષ 1909ના નવેમ્બરની 13થી 22મી તારીખના દિવસોમાં આ પુસ્તક મૂળે તો ગુજરાતીમાં લખાયું હતું. ઇંગ્લૅન્ડથી દક્ષિણ આફ્રિકા જતાં સ્ટીમર કિલડોનન કૅસલ પર મુસાફરી દરમિયાન ગાંધીજીએ આ પુસ્તક લખ્યું છે. પુસ્તક વાચક અને અધિપતિ વચ્ચેના સંવાદરૂપે રચાયેલું છે. વાચકે હિંદના સ્વરાજ સંબંધે પ્રશ્નો પૂછ્યા છે અને અધિપતિ(ગાંધીજી)એ તેના લંબાણથી ઉત્તરો આપ્યા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં વ્યસ્ત ગાંધીજી હિંદની સ્થિતિ પરિસ્થિતિથી જરા પણ અજાણ નહોતા એનું પ્રમાણ આ પુસ્તક છે.