Перейти к содержимому

EP - 127 / સત્યના પ્રયોગો - આત્મકથા / Vasant Gadhavi / Navajivan Talks / Navajivan Trust

Navajivan Trust

0:00 / 0:00

EP - 127 / સત્યના પ્રયોગો - આત્મકથા / Vasant Gadhavi / Navajivan Talks / Navajivan Trust

7 745 просмотров · 8 дн. назад
Navajivan Trust
14 тыс. подписчиков
7 745 просмотров · 8 дн. назад
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન ટૉક્સમાં વક્તા તરીકે જાણીતા લેખક અને અભ્યાસુ વક્તા શ્રી વસંત ગઢવી પધાર્યા હતા. આદરણીય વસંત ગઢવીએ ગાંધીજી લિખિત અને નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ વિશે ભાવકો સાથે રસપ્રદ સંવાદ કર્યો. ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’. આ પુસ્તકનો પહેલો ભાગ ઈ.સ. 1927માં પ્રગટ થયો અને બીજો ભાગ ઈ.સ. 1929માં પ્રગટ થયો હતો. આ પુસ્તકમાં ગાંધીજીના જન્મથી લઈને ઉંમરના એકાવન વર્ષ સુધીની અનુભવગાથા છે. એ રીતે ઈ.સ. 1869 થી લઈને ઈ.સ. 1920 સુધીનો સમયખંડ આ પુસ્તકમાં સમાવાયો છે. વિશ્વની વીસથી વધુ ભાષામાં અને ભારતની કુલ ૨૧ જેટલી ભાષામાં ગાંધીજીની આત્મકથાનો અનુવાદ થઈ ચૂક્યો છે. દેશ અને દુનિયાની અનેક યુનિવર્સિટીઓમાં આ પુસ્તકને ભણાવવામાં આવે છે. આ પુસ્તક મૂળે તો ગુજરાતી ભાષામાં લખાયું એ ગાંધીજીનું બહુ મોટું પ્રદાન છે. નવજીવન સામયિકમાં હપ્તાવાર આત્મકથાના પ્રકરણો નિયમિરરૂપે પ્રગટ થતા હતા. આ ઓક્ટોબર મહિનો નવજીવન ટ્રસ્ટ ઉજવી રહ્યું છે ગાંધીમંથ. મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલા ત્રણ પુસ્તકો વિશે નવજીવન ટૉક્સમાં સંવાદ થશે. ‘સત્યના પ્રયોગો’, ‘હિંદ સ્વરાજ’ અને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’. મહાત્મા ગાંધીજીને નજીક ઓળખવા માટે આ ત્રણ પુસ્તકો અને એ વિશે થતો સંવાદ બહુ મહત્વપૂર્ણ સાબિત થશે.