Перейти к содержимому

(લખેલુ છે)માતા પાર્વતી નાં બાળ ગજાનન 21 September 2026

Gujarati kirtan (NEETA PATEL)

0:00 / 0:00

(લખેલુ છે)માતા પાર્વતી નાં બાળ ગજાનન 21 September 2026

608 просмотров · 7 дней назад
Gujarati kirtan (NEETA PATEL)
7,06 тыс. подписчиков
608 просмотров · 7 дней назад
માતા પાર્વતી ના બાળ ગજાનન ભાદરવે ભક્તો જોવે છે વાટડી... માતા પાર્વતી ને પિતા મહાદેવજી ગણેશ છે લાડીલા બાળ ભક્તો તમારી જોવે છે વાટડી... કાર્તિક ના ભ્રાતા ને ઓખાબાઈ ના વીરા રિદ્ધિ સિદ્ધિના નાથ ભક્તો તમારી જોવે છે વાટડી... સુખડના બાજોઠ લાલ આસન છે તોરણીયા શણગાર્યા આજ ભક્તો તમારી જોવે છે વાટડી... પીળા પીતાંબર જરકસી જામા પહેરાવું ફુલડાની માળ ભક્તો જોવે છે વાટડી... દુર્વા ચડાવું વાલા જાસુદ ચડાવું લાડુનો ભોગ ધરાય ભક્તો તમારી જોવે છે વાટડી... એકદંત વાળા બાપા વિઘ્ન હરનારા દેવોમાં પ્રથમ પૂજાય ભક્તો તમારી જોવે છે વાટડી... ભાદરવા માસમાં બાપ્પા પધારો ભક્તોના હૈયા હરખાય ભક્તો તમારી જોવે છે વાટડી...