પતિના ચરણોમાં છે મારે ચારેય ધામ | Pati Na Charno Ma Chhe Mare Charey Dham #gujaratibhajan
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
પતિના ચરણોમાં છે મારે ચારેય ધામ | Pati Na Charno Ma Chhe Mare Charey Dham #gujaratibhajan
9 695 просмотров · 4 мес. назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
9 695 просмотров · 4 мес. назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :- રાગ :- એક તારો હાથ ઊંચો શ્રીનાથ......
પતિના ચરણોમાં છે મારે ચારેય ધામ
સાજણ મારો સાચવી તું રાખજે મારા રામ
એના વિના તો મારો સુનો સંસાર
સાજણ મારો સાચવી તું રાખજે મારા રામ
અખંડ સૌભાગ્ય મારે એક એના નામનું
એના વિના તો મારું જીવતર શું કામનું
મારા તે હાથમાં સદા રહે એનો હાથ
સાજણ મારો સાચવી તું રાખજે મારા રામ
સોળે શણગાર સજી પૂજવા ચાલી વડલો
પહેર્યો છે આજ મેં તો નવરંગી ચુડલો
કુમકુમ ભરેલી સદા રહે મારી માંગ
સાજણ મારો સાચવી તું રાખજે મારા રામ
પિયુ છે મારો જાણે રામ જેવો પૂરો
એના વિના તો મારો મનખો અધૂરો
આવે ના એના ઉપર પ્રભુ કોઈ આંચ
સાજણ મારો સાચવી તું રાખજે મારા રામ
રાધાને શ્યામ જેવો એનો મારો પ્રેમ
રાખજે તું પ્રભુ એને સદા હેમખેમ
જનમો જનમ એનો મારો સંગાથ
સાજણ મારો સાચવી તું રાખજે મારા રામ
આંખોમાં એની મેં તો જોઈ દુનિયા આખી
સાત જનમના પ્રભુ છીએ અમે સાથી
પરભવના પુણ્યથી મળ્યો છે એનો સાથ
સાજણ મારો સાચવી તું રાખજે મારા રામ
ઢાલ બનીને મારી સંભાળ રાખતો
એના તે ઘરની મને રાણી કહી બોલાવતો
પુરા એ તો કરે મારા હર એક ખ્વાબ
સાજણ મારો સાચવી તું રાખજે મારા રામ
ડગલે ને પગલે એની સાથે પ્રભુ રહેજે
ચૂડી ને ચાંદલો મારો અખંડ તું રાખજે
જોજો ના ડૂબે મારી નાવ મઝધાર
સાજણ મારો સાચવી તું રાખજે મારા રામ......