Перейти к содержимому

આ ભજન સાંભળીને આંખમાં આંસુ આવી જશે | હે જીવલડા તું જાગ્યો નઈ | He Jivalada Tu Jagyo Nai 2026 bhajan

હરિનામ કીર્તન મંજુલાબા ચૌહાણ

0:00 / 0:00

આ ભજન સાંભળીને આંખમાં આંસુ આવી જશે | હે જીવલડા તું જાગ્યો નઈ | He Jivalada Tu Jagyo Nai 2026 bhajan

1 007 просмотров · 1 день назад
હરિનામ કીર્તન મંજુલાબા ચૌહાણ
154 подписчика
1 007 просмотров · 1 день назад
હે જીવલડા તું જાગ્યો નઈ, જીંદગી તારી ચાલી ગઈ | એક અદ્ભુત અને હૃદયસ્પર્શી ગુજરાતી ચેતવણી ભજન, જે માનવ જીવનની ક્ષણભંગુરતા અને વાસ્તવિકતા દર્શાવે છે. નમસ્કાર મિત્રો, આજના આ વિડિયોમાં પ્રસ્તુત છે સુપરહિટ ગુજરાતી દેશી ભજન "હે જીવલડા તું જાગ્યો નઈ". માનવ જીવન અનમોલ છે, પણ સંસારની માયામાં ફસાઈને આપણે સાચું કર્તવ્ય ભૂલી જઈએ છીએ. આ ભજન અંતરાત્માને જગાડનાર અને જીવનનું સાચું સત્ય સમજાવનાર છે. "આવ્યો તો મુઠ્ઠી વાળી જવાનો તું ખાલી, હે માયા નથી કોઈની થઈ આ જિંદગી તારી ચાલી ગઈ..." જો તમને આ ભજન પસંદ આવે તો વિડિયોને Like, Share અને ચેનલને Subscribe જરૂર કરજો. -------------------------------------------------- ભજન 🏵️🏵️🌹🌹🌹🏵️🏵️ ------હે જીવલડા તું જાગ્યો નઈ, જીંદગી તારી ચાલી ગઈ શું કર્યું માનવી થઈ જિંદગી તારી ચાલી ગઈ ઘુમ્યો રમ્યો તો જગની ઝંઝાળમાં હે હરીનું ભજન થયું નઈ, જિંદગી તારી ચાલી ગઈ... હે જીવલડા તું જાગ્યો નઈ લાવા લીધા છે તે તો આરે સંસારમાં ફર્યો તું તો લક્ષચોરાસીના ફેરા હે તોય તું થાક્યો નઈ, જિંદગી તારી ચાલી ગઈ બાળપણ તારૂં તે તો રમતમાં ખોયું જુવાનીમાં તે નીચુ નાજોયું હે મતિ તારી માયામાં રહી જિંદગી તારી ચાલી ગઈ... હે જીવલડા તું જાગ્યો નઈ ઘડપણમાં કાયા તારી ગળવાને લાગી કાળના ચોઘડિયા રહ્યા છે વાગી હે કાયા નથી કોઈની રઈ આ, જિંદગી તારી જતી રહી મઝા ખુબ માણી તેતો આરે સંસાર માં ભૂલી ગયો ભાન બધું, ખાન પાન માન માં હે ફેસનમાં ગયો તું ફંસાઈ આ જિંદગી તારી ચાલી ગઈ... હે જીવલડા તું જાગ્યો નઈ નાટક સિનેમામાં તું દોડી ને જાતો દેવના મંદિરમાં તું જાતા શરમાતો હે તરંગો માં રહ્યો તું તણાઈ આ જિંદગી તારી ચાલી ગઈ અહિંનું અહિં રહેશે તું લેજે વિચારી આવ્યો તો મુઠ્ઠી વાળી જવાનો તું ખાલી હે માયા નથી કોઈ ની થય આ જિંદગી તારી ચાલી ગઈ હે જીવલડા તું જાગ્યો નઈ આ જિંદગી તારી ચાલી ગઈ------------------------------------------- 🌹🌹🌹🏵️🏵️🏵️🌹🌹🌹 🔔 સંબંધિત વિષયો (Related Queries): He Jivalada Tu Jagyo Nai He Jivalada Tu Jagyo Nai Bhajan Gujarati Chetavni Bhajan Desi Bhajan Gujarati Santvani Bhajan Gujarati Marag Che Kathan Re Prachin Gujarati Bhajan Jindagi Tari Chali Gai Bhajan #HeJivaladaTuJagyoNai #GujaratiBhajan #ChetavniBhajan #Santvani #DesiBhajan #GujaratiSong