એકાદશી સ્પેશિયલ🌷ભાદરવો આવ્યો છે ભરપૂરમાં હરી હાલ્યા જળ ઝીલવા👇Ekadshi special prakriyavoice
prakriya voice
0:00 / 0:00
એકાદશી સ્પેશિયલ🌷ભાદરવો આવ્યો છે ભરપૂરમાં હરી હાલ્યા જળ ઝીલવા👇Ekadshi special prakriyavoice
3 507 просмотров · 19 часов назад
prakriya voice
33,6 тыс. подписчиков
3 507 просмотров · 19 часов назад
એકાદશી સ્પેશિયલ🌷ભાદરવો આવ્યો છે ભરપૂરમાં હરી હાલ્યા જળ ઝીલવા👇Ekadshi special prakriyavoice
ભાદરવો આવ્યો છે ભારપુરમાં રે લોલ
__🙏🌷🍁🌹🍁🌷🙏__
ભાદરવો આવ્યો છે ભારપુરમાં રે લોલ
બેય કાંઠે જમનાજી ભરપૂર જો
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
ગોપ ગોવાળિયા હરિ સાથમાં રે લોલ
ગોવાળિયાની મંડળી ગીત ગાય જો ..
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
સરખી રે સાહેલડી ટોળે વળી રે લોલ
આપડે કરવા જમુનાજી સ્નાન જો ...
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
તાંબાના બેળા લીધા હાથમાં રે લોલ
દહીં દૂધના માટ લીધા હાથમાં જો ..
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
હરિને ચુંદડીએ નવડાવ્યા રે લોલ
દહીં દૂધથી ચોળે હરિના મુખ જો ...
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
જમુનાજીના જળ માથે રેડતા રે લોલ
હૈયે હરખ ઉભરાય જો ...
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
સ્નાન કરે સાહેલીના સાથમાં રે લોલ
હરિ ગુણ ગાતા જાલે હાથ જો ..
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
વાઘા કેસરિયા પેરાવ્યા રે લોલ
માથે મુગટ મોરપિચ્છ જો ...
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
ખંભે તે ખેસ રેશમનો શોભતો રે લોલ
હાર હીરાનો ને માળા મોતીની રે લોલ
કાને કુંડળ બાયે બેરખા રે લોલ
તિલક તાણ્યાં છે લલાટ જો ...
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
રમણ રેતીમાં આરોટતા રે લોલ
તૂટ્યો મારો નવસરો હાર જો...
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
હીરલો ન આવે સખી હાથમાં રે લોલ
સત્સંગ કરશો તો હાથ આવશે રે લોલ
નુગરાને નવ દેખાય જો ...
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
ગોપીયુંએ હીરો રાખ્યો હાથમ રે લોલ
જડી દીધો રૂદિયાની માય જો
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
જનમો જનમની બાંધી પ્રીતડી રે લોલ
આરતી ઉતારે વ્રજ નારિયું રે લોલ
ખમા ખમા યશોદાના લાલ જો
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
ઓવારણાં લે ગોપી હેત થી રે લોલ
જળને જીલીને ગોકુલ આવિયા રે લોલ
આત્મા તો હરિની હારેય જો ...
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
ભજન સત્સંગ જેને આંગણે રે લોલ
પ્રેમીના ગોપી બોલી પ્રેમથી રે લોલ
પ્રભુ કરો અમ ઘેરે વાસ જો
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
પાવન કરો અમારા આંગણા રે લોલ
ભજન કીર્તન ભાવે કરશું રે લોલ
આજ મારે એકાદશીના વ્રત જો ..
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
દૂધ સાકાર મેવા ધરશું રે લોલ
ભજન કર્યા ભક્તોએ ભાવથી રે લોલ
શિવમંડળ કરે વિનતી રે લોલ
દેજો અમને તમારા ચરણે વાસ જો
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
જય શ્રી કૃષ્ણ કનૈયા
🙏
🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁
#prakriyavoice
#હરીહાલ્યાજળઝીલવા
#ભાદરવોજાયભરપૂરમારે
#એકાદશીનાભજન
#રામાપીરનાભજન
#ગણપતિવિસર્જનનાભજન
#ગણેશઉત્સવસ્પેશ્યલ
#ગણેશચતુર્થીસ્પેશ્યલ
#હિંડોળાસ્પેશિયલકીર્તન
#gurujinabhajan
#ગુરુજીનાભજન
#કૃષ્ણભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
નમસ્તે મિત્રો ! prakriyavoice ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ નવા નવા ભજન કીર્તન આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use