આ ગણપતિ ઉત્સવમાં આ નો-ફ્રાય મોદક એકવાર જરૂર ટ્રાય કરજો. #NoFryModak #easy #Anku’sauthentickichen
Anku’s authentic kitchen
0:00 / 0:00
આ ગણપતિ ઉત્સવમાં આ નો-ફ્રાય મોદક એકવાર જરૂર ટ્રાય કરજો. #NoFryModak #easy #Anku’sauthentickichen
124 просмотра · 4 нед. назад
Anku’s authentic kitchen
308 подписчиков
124 просмотра · 4 нед. назад
ગણપતિ બાપા મોરયા 🙏❤️
આજે બનાવીશું એકદમ સરળ, સ્વાદિષ્ટ અને નો-ફ્રાય મોદક 😋
ભાકરીના લોટમાંથી બનેલા આ મોદક એકવાર જરૂર ટ્રાય કરજો.
🥣 સામગ્રી
જાડો ભાકરીનો લોટ – 2 ચમચી
ચણાનો લોટ – 2 ચમચી
રવાનો લોટ – 2 ચમચી
ઘી – 2 ચમચી
ગોળ – સ્વાદ પ્રમાણે
ઈલાયચી પાવડર અથવા જાયફળ પાવડર
ડ્રાયફ્રૂટ્સ – જરૂર મુજબ
👩🍳 રીત
સૌપ્રથમ ભાકરીનો લોટ, ચણાનો લોટ અને રવાનો લોટ મિક્સ કરી તેમાં 2 ચમચી ઘીનું મોણ નાખી મિક્સ કરી લો. ત્યારબાદ મીડિયમ કડક લોટ બાંધી તેની ભાકરી બનાવી લો.
ભાકરીને ધીમા ગેસે સરસ રીતે શેકી લો. ઠંડી થાય પછી તેના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરીને બારીક ભૂકો બનાવી લો.
હવે એક પેનમાં થોડું ઘી અને ગોળ નાખી ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. ગોળની ચાસણી બનાવવાની જરૂર નથી, માત્ર ગોળ સરસ રીતે ઓગળી જાય એટલું જ રાખવાનું છે.
હવે તેમાં તૈયાર કરેલો ભાકરીનો ભૂકો ઉમેરી સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ ઈલાયચી પાવડર અથવા જાયફળ પાવડર અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરો.
મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે તેને મોદકના મોલ્ડમાં ભરીને સરસ આકાર આપી લો.
બસ તૈયાર છે આપણા સ્વાદિષ્ટ નો-ફ્રાય મોદક 🙏❤️
ગણપતિ બાપાને આ મોદકનો ભોગ ધરાવજો અને તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. 😋
ક્રેડિટ
Music: Dance By the River
Musician: VN VideoEditor