કાના ને ગાય બહુ વાલી....ગાયો ચરાવા કાન કુંવર ચાલ્યા🌷 Janmashtami special Krishna bhajan 👇
ભક્તિમાં લીલાલેર છે
0:00 / 0:00
કાના ને ગાય બહુ વાલી....ગાયો ચરાવા કાન કુંવર ચાલ્યા🌷 Janmashtami special Krishna bhajan 👇
4 424 просмотра · 4 недели назад
ભક્તિમાં લીલાલેર છે
64,6 тыс. подписчиков
4 424 просмотра · 4 недели назад
કાના ને ગાય બહુ વાલી....ગાયો ચરાવા કાન કુંવર ચાલ્યા🌷 Janmashtami special Krishna bhajan 👇
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#મારાકનૈયાને1600ગાયો
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
ગાય ગોરીને રાતુ એનું વાછરુ રે લોલ
એ તો આંગણે રમતી જાય
ગાય ગોરીને કાળુ એનું વાછરુ રે લોલ
ગાય ઋષિમુનિની દીકરી રે લોલ
એ તો ધરતી માતાનો અવતાર
ગાય ગોરીને રાતુ એનું વાછરુ રે લોલ
ગાય ઇન્દ્ર પુરીથી ઉતરી રે લોલ
ગાય કામધેનુ નો અવતાર
ગાય ગોરીને રાતુ એનું વાછરુ રે લોલ
ગાયને કાને કોડીના કોડીયા રે લોલ
ગાયને ઘોઘરીનો રમકાર
ગાય ગોરીને રાતુ એનું વાછરુ રે લોલ
ગાય ઉતરી ગોકુળ ને ગોંદરે રે લોલ
ગાય પીતી યમુનાજીના નીર
ગાય ગોરીને રાતુ એનું વાછરુ રે લોલ
ગાયને કાનકુંવર ચારવા ચાલ્યા રે લોલ
એના ભાતા માં ઢેબરા ને દહીં
ગાય ગોરીને રાતુ એનું વાછરુ રે લોલ
સાંજ પડે ને ગાય ઘરે આવતી રે લોલ
એના વાછરો ભાળીને હરખાય
ગાય ગોરીને રાતુ એનું વાછરુ રે લોલ
માતા જશોદાજી ગાય દોવા ચાલ્યા રે લોલ
વાછરો વાળે છે નંદજીનો લાલ
ગાય ગોરીને રાતુ એનું વાછરુ રે લોલ
માતા જશોદાજી એ દૂધ ઉકાળીયા રે લોલ
દૂધ પીવે છે નંદજીનો લાલ
ગાય ગોરીને રાતુ એનું વાછરુ રે લોલ
માતા જશોદાએ વલોણા વલોવીયા રે લોલ
માખણ ખાય છે નંદજીનો લાલ
ગાય ગોરીને રાતુ એનું વાછરુ રે લોલ
મહેતાના સ્વામી શામળા રે લોલ
અમને રાખો ચરણની પાસ
ગાય ગોરીને રાતુ એનું વાછરુ રે લોલ
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.