🌺સુંદર 🌺કાના ના હાલરડા નીચે લખેલા છે 🌺
Arunaben M Patel
0:00 / 0:00
🌺સુંદર 🌺કાના ના હાલરડા નીચે લખેલા છે 🌺
6 945 просмотров · 4 недели назад
Arunaben M Patel
8,35 тыс. подписчиков
6 945 просмотров · 4 недели назад
હાલરડા ના બે ભજન સાથે છે 🌺🌺🌺
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
હાલરડુ હું ગાઉ મારા લાલાને જુલાવું
ઝુલો ઝુલો પારણીયામાં લાલજી
ચાંદા ચાંદા ચોરી ગિરધરની રાધા ગોરી ઝુલો ----
ગિરધર મારો રસીયો એ મધુર મધુર હસ્યો ઝૂલો ---
ગિરધર મારો રસિયો એ ગોકુળ આવી વસીઓ ઝુલો ----
કાના ને માથે ટોપી એને રમાડે વ્રજની ગોપી ઝુલો ---
અકર ચકંદની સોટી ગિરધરની રાધા મોટી જુલો ----
સાવ સોનાની જારી ગિરધર ને રાધા પ્યારી ઝુલો ---
રાધા ના હાથે ચૂડો એને ગિરધર વરસે રૂડો ઝુલો ----
વ્રજની ગોપી આવે ને ઝભલા ટોપી લાવે જુલો---
વ્રજની ગોપી આવે ને ખંજરી ઘૂઘરા લાવે ઝુલો ---
ઘૂઘરા ખમધમ વાગે મારો કાનો તાલી પાડે ઝુલો ---
હાલરડું જે ગાશે એના ઘરમાં આનંદ થશે ઝુલો ---
💐💐💐💐💐💐💐💐
પારણે ઝુલાવો રે જશોદા ઘરે લાલો પ્રગટ્યો
મોતીડે વધાવો રે -----
યમુનાજી તો બહુ હરખાયા
બંને કાંઠે છલકાયા રે
ચરણ પખાડ્યા રે જશોદા ઘરે ----
નંદરાય જી હરખ ઘેલા
નયનોમાંથી ચાલ્યા રેલા
હરખના આંસુ છલકાયે રે જશોદા ઘરે ---
ઘરે ઘરથી ગોપી આવી
મંગળ ગીતો ગાવા લાગી
ફૂલડે વધાવો રે જશોદા------
કોઈ લાવ્યું પગના ઝાંઝર
કોઈ લાવ્યું ખારેક સાકર
ખોબલે ખોબલે વહેંચો રે જશોદા ઘરે -----
કોઈ લાવ્યું જભલા ટોપી
કાના ને બહુ શોભે ટોપી
કાના ને પહેરાવો રે જશોદા ઘરે ---
માખણ મિસરી લેતા આવો
પંચજીરી નો પ્રસાદ લાવો
લાલાને ધરાવો રે જશોદા ઘરે ----
રત્ન જણેલું પારણું લાવો
હીરમશરૂ ના ખોયા લાવો
લાલાને પોઢાડો રે જશોદા ઘરે ----
સખી ગોપી સર્વે આવો
લાલાને પારણીયે ઝુલાવો
ગીત મધુરા ગાવો રે જશોદા ઘરે લાલો ----
👌👌👌👌👌👌👌👌👌👌
ભજન ગમી હોય તો લાઈક શેર ચોક્કસ કરજો
અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો
🙏🙏🙏🙏🙏🙏