ઉમરેઠ બનશે પ્રાકૃતિક તાલુકો | પ્રાકૃતિક ઉત્પાદન વેચાણ કેન્દ્રનું લોકાર્પણ | પ્રાકૃતિક ખેતી | youtube
ATMA Project & GPKVB- Anand
0:00 / 0:00
ઉમરેઠ બનશે પ્રાકૃતિક તાલુકો | પ્રાકૃતિક ઉત્પાદન વેચાણ કેન્દ્રનું લોકાર્પણ | પ્રાકૃતિક ખેતી | youtube
609 просмотров · 2 нед. назад
ATMA Project & GPKVB- Anand
723 подписчика
609 просмотров · 2 нед. назад
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ – ઉમરેઠ, જિલ્લો આણંદ દ્વારા ઉમરેઠ તાલુકામાં પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્રોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ઉમરેઠ તાલુકાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે, પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને યોગ્ય બજાર અને વેચાણની સુવિધા મળે તથા ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા શુભ આશય સાથે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમ ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફ, વિસ્તરણ અધિકારીઓ, ગ્રામ સેવકો, કૃષિ સખી, CRP તથા મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
🌱 આપણો ઉમરેઠ તાલુકો પ્રાકૃતિક તાલુકો બને અને દરેક ગામ પ્રાકૃતિક ગામ બને — એ જ સંકલ્પ!
🌿 “પ્રાકૃતિક ખેતી અપનાવીએ, જમીન અને પર્યાવરણ બચાવીએ તથા ખેડૂતોની આવકમાં વધારો લાવીએ.”
#prakrutikkheti #prakrutik #farming #agriculture #cow #cowbasedfarming #gaumata #natural #nature #naturalfarminginputs #youtube #youtuber #gauseva