હૃદયસ્પર્શી માતાજી નો ખૂબ જ સુંદર ગરબો.. એક એક શબ્દ જોરદાર _Bhavika _Navtratri Garba lakhela
Bhavika Na Bhajan
0:00 / 0:00
હૃદયસ્પર્શી માતાજી નો ખૂબ જ સુંદર ગરબો.. એક એક શબ્દ જોરદાર _Bhavika _Navtratri Garba lakhela
13 507 просмотров · 9 дней назад
Bhavika Na Bhajan
5,16 тыс. подписчиков
13 507 просмотров · 9 дней назад
હૃદયસ્પર્શી માતાજી નો ખૂબ જ સુંદર ગરબો.. એક એક શબ્દ જોરદાર _Bhavika _Navtratri Garba lakhela
✴️ ગરબો✴️
મારી આરાસુર વાળી માત અંબા આવો ને
મારી ગબ્બર વાળી માત અંબા આવો ને
આવો ને માં આવો ને(૨)
માં દીકરી કરશું વાત.....અંબા આવો ને...આરાસુર
મન મંદિર ના તોરણ બાંધુ...દિલ ના દ્વારે સાથીયા પુરાવું
મારા દિલ ના ખોલી દ્વાર....અંબા આવો ને
આવો ને માં આવો ને(૨)
માં દીકરી કરશું વાત.......અંબા....આરાસુર
તારી મારી પ્રીત પુરાણી.....કેમ કરી ને રાખું છાની
મને તારો ભરોશો ખાસ.....અંબા
આવો ને માં આવો ને(૨)
માં દીકરી કરશું વાત.......અંબા....આરાસુર
તુજ ને નિરખવા આંખો તલસે...આંખો તલસે આંસુ છલકે
મને તારો છે આધાર....અંબા
આવો ને માં આવો ને(૨)
માં દીકરી કરશું વાત.......અંબા....આરાસુર
સ્વારથ ના સહુ સગા સબંધી...સ્વાર્થ વિના ની દુનિયા અંધી
મને તારો છે વિશ્વાસ.....અંબા
આવો ને માં આવો ને(૨)
માં દીકરી કરશું વાત.......અંબા....આરાસુર
હું છું તમારો તું છે મારી...તારી મારી સ્નેહ ની સગાઈ
તારા ખોળા માં ખેલવ..... અંબા
આવો ને માં આવો ને(૨)
માં દીકરી કરશું વાત.......અંબા....આરાસુર
અધ મધ રાતે આવ્યા માડી...દીકરી ની માં એ સુણી વાણી
મને હૈયા સરચી ચાપી...અંબા
આવો ને માં આવો ને(૨)
માં દીકરી કરશું વાત.......અંબા....આરાસુર
આ દુનિયા માં કોઈ ન મારું...બળતા હૈયે બોલી જવાતું
મારી ભૂલો કરજો માફ...અંબા
આવો ને માં આવો ને(૨)
માં દીકરી કરશું વાત.......અંબા....આરાસુર
આરાસુર ના ગોખે બેઠી...વેદ પુરાણ તને વખાણી
ગબ્બર કેરા ગોખે બેઠી....વેદ પુરાણ તને વખાણી
તારા ચરણ કમલ માં રાખ...અંબા
આવો ને માં આવો ને(૨)
માં દીકરી કરશું વાત.......અંબા....આરાસુર