Tara aatma ne sambhal
Worship collection
0:00 / 0:00
Tara aatma ne sambhal
25 024 просмотра · 2 месяца назад
Worship collection
4,18 тыс. подписчиков
25 024 просмотра · 2 месяца назад
તારા આત્માને સંભાળ, હોડી ભરદરિયામાં છે ...
તારા આત્માને સંભાળ, હોડી ભરદરિયામાં છે ...
કાગળ કેરી નાવમાં તો કેમ કરી તરાય રે;
તજને દુષ્ટ તણો સંઘાત હોડી ભરદરિયામાં છે
તારા આત્માને સંભાળ, હોડી ભરદરિયામાં છે
સ્વર્ગ શેરી સાંકડી ને સંકટનો નહિ પાર રે;
દૈવી રળિયામણો એ દેશ મારે જવું પારાદૈસ
તારા આત્માને સંભાળ, હોડી ભરદરિયામાં છે
જીવનનો જે માર્ગ ઈસુ છે પહોંચાડે સુખ ધામમાં
જાણે તેજ તણો અંબાર તેના ઝળકી રહ્યા છે
તારા આત્માને સંભાળ, હોડી ભરદરિયામાં છે
રાજ નગરની શોભા ઘણી દીસે અપરંપાર રે;
સુંદર શોભી રહ્યાં કમાડ માણેક મોતીનાં એ દ્વાર
તારા આત્માને સંભાળ, હોડી ભરદરિયામાં છે
દિવ્ય વાજાનો ઝણકાર જાણે ગરજે મેઘ સમાન રે;
સૂણ મધુરી વાણી, આજ એ તો વાગે તારે કાજ
તારા આત્માને સંભાળ, હોડી ભરદરિયામાં છે
આત્માનો શણગાર પહેરો જવું છે સ્વદેશે
ચાંદી સોનું પડતાં મેલી સજો ન્યાયતણો પોષાક ...
તારા આત્માને સંભાળ, હોડી ભરદરિયામાં છે
તારાં પાપ અઘોર અતિ છે, કર પસ્તાવો આજે,
આત્મા કહે છે માનવજાત, એ તું સૂણજે તારણ કાજ ...
તારા આત્માને સંભાળ, હોડી ભરદરિયામાં છે