આ ભજન સાંભળીને જીવનનો સાચો અર્થ સમજાશે 🥺 Jivan Thodu Rahyu Gujarati Bhajan 2026. શ્રાદ્ધ નું ભજન
હરિનામ કીર્તન મંજુલાબા ચૌહાણ
0:00 / 0:00
આ ભજન સાંભળીને જીવનનો સાચો અર્થ સમજાશે 🥺 Jivan Thodu Rahyu Gujarati Bhajan 2026. શ્રાદ્ધ નું ભજન
776 просмотров · 3 дня назад
હરિનામ કીર્તન મંજુલાબા ચૌહાણ
174 подписчика
776 просмотров · 3 дня назад
જય શ્રી કૃષ્ણ / જય માતાજી 🙏
"તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ જીવન થોડું રહ્યું..."
આ એક અદ્ભુત અને હૃદયસ્પર્શી ચેતવણી ભજન છે, જે માનવ જીવનની નશ્વરતા અને પ્રભુ ભક્તિનું મહત્વ સમજાવે છે. સંસારના મોહ-માયામાંથી જાગીને પરમાત્માની ભક્તિમાં મન લગાવવાની પ્રેરણા આપતું આ સુંદર ભજન સાંભળીને તમારા દિલને શાંતિ મળશે.
જો તમને આ ભજન પસંદ આવ્યું હોય તો વિડિયોને LIKE કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે SHARE કરો અને આવા જ આધ્યાત્મિક ભજનો સાંભળવા માટે ચેનલને SUBSCRIBE જરૂર કરજો!
🔔 બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા ભજનની અપડેટ તમને મળતી રહે.
🌹🌹🌹🌹💐💐🌹🌹🌹🌹
ભજન
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું,
કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ જીવન થોડું રહ્યું.
એને દીધેલા કોલ તમે ભૂલી ગયા,
જૂઠી માયાના મોહમાં ઘેલા થયા,
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું.
બાળપણ ને જુવાનીમાં અડધું ગયું,
નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યું,
હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું.
પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહી,
લોભ વૈભવ ને ધન ને તજાશે નહી,
બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું.
જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો,
કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો,
છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું.
પછી આળસમાં દિન બધા વિતી જશે,
પછી ઓચિંતા યમનું તેડું થશે,
નહિ ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું.
કંઈક કહેવું પ્રભુજી નું દિલમાં ધરો,
વાત રાખી પ્રભુજી ની સેવા કરો,
ઝાલો ઝાલો ભક્તિનું સુકાન, જીવન થોડું રહ્યું.
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું.
🌹🌹🌹💐💐🌹🌹🌹🌹
--------------------------------------------------
📌 Bhajan Lyrics (ભજનના શબ્દો):
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું,
કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ જીવન થોડું રહ્યું...
એને દીધેલા કોલ તમે ભૂલી ગયા,
જૂઠી માયાના મોહમાં ઘેલા થયા,
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું...
--------------------------------------------------
#GujaratiBhajan #ChetvaniBhajan #TameBhaveBhajilyoBhagwan #JivanThoduRahyu #DesiBhajan #BhaktiSong #GujaratiPrarthana #Santvani #KrishnaBhajan #ViralBhajan