Перейти к содержимому

લખેલું છે🌷બાપ્પા ની વિદાય નું 💐વસમી વિદાય દાદા લઈ રહ્યા 💐 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર

Vrundavan Bhajan Mandal Dabholi

0:00 / 0:00

લખેલું છે🌷બાપ્પા ની વિદાય નું 💐વસમી વિદાય દાદા લઈ રહ્યા 💐 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર

2 804 просмотра · 1 день назад
Vrundavan Bhajan Mandal Dabholi
6,33 тыс. подписчиков
2 804 просмотра · 1 день назад
( બાપ્પા ની વિદાય ભજન લખેલું છે 🌺 વસમી વિદાય દાદા લઈ રહ્યા રે લોલ. ) 🍀🍀🍀🍀🍀🍀 વસમી વિદાય દાદા લઈ રહ્યા રે લોલ ભક્તો ને લાગે ઘણું દુઃખ રે વસમી વિદાય દાદા લઈ........ વિસર્જન વેળા આજે થઈ રહી રે લોલ દાદા પધારે છે કૈલાસ ધામ જો રે વસમી વિદાય દાદા લઈ........ દસ દસ દિવસ પરોણા થયા રે લોલ સેવાનો લીધો ઘણો લાભ રે વસમી વિદાય દાદા લઈ......... દાદા ને લાડ બહું લડાવ્યા રે લોલ સવાર સાંજ આરતી પુજા થાય રે વસમી વિદાય દાદા લઈ........ ઘર અમારું સુનું લાગશે રે લોલ સેવાનો મળશે નહિં લાભ રે વસમી વિદાય દાદા લઈ....... આંગણિયા માં મૂર્તિ વિસર્જન કરશુ રે લોલ તમને રાખશુ રદય કમળમાં રે વસમી વિદાય દાદા લઈ......... શુભ કાર્યમાં તેડાવશુ રે લોલ નિવિઘ્ન કરવા અમારા કામ રે વસમી વિદાય દાદા લઈ...... નામ તમારું ઘડી ના ભુલીએ રે લોલ એવો દેજો ભકિત કેરો ભાવ રે વસમી વિદાય દાદા લઈ........ ભક્તોને બાપા તમારો આશરો રે લોલ મંગલ મૂર્તિ સદા મંગલ કરજો વસમી વિદાય દાદા લઈ...... આવતાં વર્ષે વેલા આવજો રે લોલ સેવાનો આપજો લાભ રે વસમી વિદાય દાદા લઈ..... વૃંદાવન મંડળ કરે વિનંતી રે લોલ ભુલચુક કરજો માફ રે વસમી વિદાય દાદા લઈ ...... વિસર્જન વેળા આજે થઈ રહી રે લોલ દાદા પધારે કૈલાસ ધામ રે વસમી વિદાય દાદા લઈ....... વસમી વિદાય દાદા લઈ રહ્યા રે લોલ 🌷🌷🌷🌷🌷 #વસમીવિદાય#દાદાનીવિદાયનુભજન#ગણપતીદાદાનીવિદાય#